News Continuous Bureau | Mumbai
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ ખાતે મોટી આગ હોનારતમાં 49 ગાયોના મોતની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે સોમવારે બપોરે ઈંદિરાપુરમના કનાવની ગામ પાસે પુસ્તા રોડ સ્થિત ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
આ કારણે નજીકની ગૌશાળામાં પણ આગની જ્વાળાઓ ફરી વળી હતી અને 49 ગાયોના મોત થયા છે.
આગ એટલી ભયાનક હતી કે, તેણે સમગ્ર ઝૂંપડપટ્ટી વિસ્તારને આવરી લીધો હતો.
જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી .
