મનસુખ હિરેન હત્યાના મામલે મહારાષ્ટ્ર એટીએસની ટીમ તપાસાર્થે અમદાવાદ પહોંચી છે.
મુંબઈ ખાતે તપાસમાં બહાર આવ્યું છે કે, મનસુખ હિરેન હત્યાના વખતે વપરાયેલા ફોનના સીમકાર્ડ અમદાવાદથી ખરીદાયા હતા.
એટીએસના બેથી વધુ અધિકારીઓ પુરાવા નહીં મળે ત્યાં સુધી અમદાવાદ ખાતે જ રહેશે.
