Site icon News Continuous Bureau | Mumbai

શિવસેનાને કારણે વેપારીઓને નુકસાન થયું, ભાજપના આ ધારાસભ્ય કોર્ટમાં જશે અને વળતર માગશે;જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 12 ઑક્ટોબર, 2021 
મંગળવાર
મહાવિકાસ આઘાડી (MVA) સરકારના ત્રણે પક્ષોએ સોમવારે જાહેર કરેલા મહારાષ્ટ્ર બંધને કારણે મુંબઈ સહિત રાજ્યમાં દુકાનો બંધ કરાવવામાં આવી હતી. બંધને પગલે વેપારીઓને ભારે નુકસાન થયું હતું, ત્યારે વેપારીઓને થયેલા આ નુકસાનની ભરપાઈ આ ત્રણે પક્ષો પાસેથી કરાવવાની માગણી ભાજપના કાંદિવલીના ધારાસભ્ય અતુલ ભાતખળકરે કરી છે. આ માગણી સાથે તેઓ કોર્ટમાં જવાના છે. 
અતુલ ભાતખળકરના જણાવ્યા મુજબ સોમવારના જાહેર કરવામાં આવેલો મહારાષ્ટ્ર બંધ ગેરકાયદે હતો. કોરોનાને પગલે લાદવામાં આવેલા લૉકડાઉનમાં મહિનાઓ સુધી દુકાનો બંધ રહી હતી. હવે અનલૉક  બાદ અર્થતંત્રની ગાડી ધીમે ધીમે પાટે ચઢી છે. એમાં શિવસૈનિકોએ જબરદસ્તીથી મુંબઈ સહિત રાજ્યમાં દુકાનો બંધ કરાવી હતી. આ એક દિવસના બંધને કારણે વેપાર-ધંધાને મોટુ નુકસાન થયું છે. 

ભારતના આ પાડોશી દેશના લોકો મોંઘવારીથી ત્રાહિમામ, એલપીજીની કિંમત લગભગ બમણી; એક કિલો દૂધનો ભાવ જાણીને દંગ રહી જશો

Join Our WhatsApp Channel

તહેવારોની મોસમ છે અને ખરીદદારી માંડ ઊપડી છે, ત્યારે ગેરકાયદે રીતે બંધ જાહેર કરીને વેપારીઓની સાથે રાજ્યના અર્થતંત્રને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. વેપારીઓને થયેલા નુકસાનની ભરપાઈ મહાવિકાસ આઘાડીની સરકારે કરવી જોઈએ. આ માગણી તેઓ કોર્ટમાં કરવાના હોવાનું અતુલ ભાતખળકરે કહ્યું હતું.
 

Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Gujarat Desertification Crisis ગુજરાત ધીમે ધીમે રણ બની રહ્યું છે? ૧ કરોડ હેક્ટરથી વધુ જમીન બંજર દેશના ટોપ૩ રાજ્યોમાં સામેલ!
Exit mobile version