Site icon

Axis Hypersomnia : ગજબ કે’વાય.. વર્ષમાં 300 દિવસ સુવે છે આ માણસ:ખાવાથી લઈને ન્હાવા સુધી બધુ ઉંધમાં, જગાડવામાં લાગે છે કલાકો.. જાણો શું છે કારણ

Axis Hypersomnia : રાજસ્થાનના પુરખારામ વર્ષમાં 300 દિવસ ઊંઘે છે. તબીબોના જણાવ્યા અનુસાર તેને એક્સિસ હાઈપરસોમનિયા નામની દુર્લભ બીમારી છે. તેમના ગામના લોકો પુરખારામને કુંભકર્ણ કહે છે.

axis-hypersomnia-rajasthan-man-sleeps-300-days-annually-due-to-rare-disorder-details-inside

axis-hypersomnia-rajasthan-man-sleeps-300-days-annually-due-to-rare-disorder-details-inside

News Continuous Bureau | Mumbai 
Axis Hypersomnia : સામાન્ય રીતે આપણે રોજ સાત થી આઠ કલાક ઉંઘ(Sleep) લેતા હોઈએ છે. આટલી ઊંઘ ફ્રેશ થવા માટે જરૂરી છે પણ રાજસ્થાન(Rajashtan)ના નાગોર જિલ્લામાં રહેતા 42 વર્ષના પુરખારામ(Purkharam) વર્ષમાં 300 દિવસ સુઈ રહે છે. તેની પાછળનું કારણ તેમને થયેલી દુર્લભ બીમારી એક્સિસ હાઇપરસોમનિયા(Axis Hypersomnia) છે.

23 વર્ષ પહેલા થઈ હતી શરૂઆત

ડોક્ટરોના મતે આ એક મનોવૈજ્ઞાનિક રોગ છે અને દુનિયામાં બહુ ઓછા લોકોમાં જ જોવા મળે છે. પુરખારામ એકવાર સૂઈ ગયા પછી 25 દિવસ સુધી જાગતા નથી. તેની શરૂઆત 23 વર્ષ પહેલા થઈ હતી. શરૂઆતના ગાળામા તે 5થી 7 દિવસ સુધી સુતા હતા, જોકે તેમના પરિવારજનોને ઉઠાડવામાં ખૂબ જ મહેનત કરવી પડતી હતી. આ વાતથી હેરાન ઘરના સભ્યો તેમને ડોક્ટરની પાસે સારવાર માટે લઈ ગયા. જોકે બીમારી પકડમાં આવી ન હતી. ધીરે-ધીરે પુરખારામનો સુવાનો સમય વધતો ગયો અને હવે 1 મહીનોને 25 દિવસ સુધી સૂતા રહે છે. ઊંઘની બીમારીથી પીડિત આ વ્યક્તિને લોકો કુંભકર્ણ કહે છે..

Join Our WhatsApp Community

આ અવ્યવસ્થાને કારણે પુરખારામ અન્ય લોકોની જેમ રોજિંદા કાર્યોમાં ભાગ લઈ શકતા નથી. એક નાનકડા ગામમાં કરિયાણાની દુકાન ચલાવવા છતાં, તે કામ કરતી વખતે ઊંઘી જવાના ડરથી મહિનામાં માત્ર પાંચ દિવસ જ તેની દુકાન ખુલ્લી રાખી શકે છે. તેની ઊંઘનું આટલું અનિયમિત સમયપત્રક તેની કાર્ય કરવાની ક્ષમતાને અસર કરી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Belly Dance : ટીપ ટીપ બરસા પાની.. ગીત પર બેલી ડાન્સ કરી યુવતીએ ભર ચોમાસે લગાવી આગ, કમર અને મૂવ્સ જોઇને રહી જશો દંગ.. જુઓ વીડીયો

2015 થી તેની બીમારી વધી ગઈ

પુરખારામ કહે છે કે તેમને બીજી કોઈ સમસ્યા નથી. ઊંઘમાં જ ઊંઘ આવે છે. તે પોતે જાગવા માંગે છે પરંતુ તેનું શરીર આમાં તેને સાથ આપતું નથી. 2015 થી, તેમનામાં આ રોગ વધ્યો છે. પહેલા હું લગભગ 18-18 કલાક સૂતો હતો. ધીમે ધીમે તેનો સમય વધતો ગયો. હવે ઘણીવાર એવું થાય છે કે તેઓ 20-25 દિવસ સુધી સૂતા રહે છે. પુરખારામના કહેવા પ્રમાણે, હું સારવાર કરાવીને પણ થાકી ગયો છું. હવે બધું રામ પર નિર્ભર છે.

ઊંઘમાં બધું ખાવું અને પીવું

પુરખારામે કહ્યું કે તેને લાંબી ઊંઘની બીમારી વિશે પહેલા જ ખબર પડી જાય છે. માથાનો દુખાવો એક દિવસ પહેલા શરૂ થાય છે. ઊંઘ્યા પછી તેમને જગાડવું અશક્ય બની જાય છે. સગાંવહાલાં તેમને ઊંઘમાં જ ખવડાવે છે. હજી સુધી પુરખારામની નિંદ્રાનો કોઈ ઈલાજ મળ્યો નથી, પરંતુ તેની માતા કંવરી દેવી અને પત્ની લિછમી દેવીને આશા છે કે તે જલ્દી સ્વસ્થ થઈ જશે અને પહેલાની જેમ પોતાનું જીવન જીવશે.

Devendra Fadnavis Conspiracy: મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો ભૂકંપ! ફડણવીસ અને શિંદેને જેલમાં ધકેલવાનું હતું કાવતરું? પૂર્વ DGP સંજય પાંડે સામે કેસની ભલામણ
Atal Setu Coastal Road Connector: કામ પૂરું છતાં રાહ જોવી પડશે! અટલ સેતુ-કોસ્ટલ રોડ જોડાણ તૈયાર, પણ આ એક વિઘ્ને નવી મુંબઈ એરપોર્ટ જવાની ગણતરી બગાડી
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી! ઉત્તરના પવનોએ મુંબઈ સહિત રાજ્યને ઠુંઠવી દીધું, જાણો આગામી 48 કલાકમાં ક્યાં પડશે વધુ ઠંડી
Raj Thackeray on Ladki Bahin Yojana: ‘1500 રૂપિયા તો 15 દિવસમાં પૂરા થઈ જાય છે’, રાજ ઠાકરેએ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી
Exit mobile version