Site icon

Baiga Tribe: 35 વર્ષની વયે બૈગા આદિવાસી મહિલાએ તેના 10મા બાળકને જન્મ આપ્યો, નસબંધી કરવાની છે મનાઈ.. જાણો વિગતે…

Baiga Tribe: મધ્યપ્રદેશના બાલાઘાટમાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. બિરસા તહસીલના ગામ મોહગાંવની રહેવાસી બૈગા સમુદાયની 35 વર્ષીય મહિલાએ તેના 10મા બાળકને જન્મ આપ્યો છે.

Baiga Tribe Baiga tribal woman gives birth to her 10th child at 35, sterilization to be banned.. Know more...

Baiga Tribe Baiga tribal woman gives birth to her 10th child at 35, sterilization to be banned.. Know more...

News Continuous Bureau | Mumbai

Baiga Tribe: મધ્યપ્રદેશના બાલાઘાટમાં ( Balaghat )  એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. બિરસા તહસીલના ગામ મોહગાંવની રહેવાસી બૈગા સમુદાયની 35 વર્ષીય મહિલાએ તેના 10મા બાળકને જન્મ આપ્યો છે.  જુગતિબાઈએ ( Jugatibai ) 13 વર્ષની ઉંમરે પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો. આ યુવતીની ઉંમર હાલમાં 22 વર્ષની છે. દીકરીના લગ્ન પણ થઈ ગયા છે. આ સિવાય મહિલાએ કુલ 7 પુત્રો અને 3 પુત્રીઓને જન્મ આપ્યો છે. 

Join Our WhatsApp Community

લેબર પેઇન બાદ સગર્ભા મહિલાને ( pregnant woman ) સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવી હતી. જેમાં બાળકનો હાથ ગર્ભમાંથી બહાર આવી ગયો હતો. આવી સ્થિતિમાં મહિલાને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. અહીં ડોકટરે મહિલાનું ( Tribal Woman ) સિઝેરિયન ઓપરેશન કર્યું હતું. આ બાદ મહિલાએ એક પુત્રને જન્મ ( Child Birth ) આપ્યો જે સંપૂર્ણ સ્વસ્થ છે. ઓપરેશન બાદ મહિલા પણ સ્વસ્થ છે. 

 Baiga Tribe: આ મહિલાને 22 વર્ષ, 13 વર્ષ, 9 વર્ષ, 8 વર્ષ, 6 વર્ષ અને 3 વર્ષના 6 બાળકો છે. ..

આ મહિલાને 22 વર્ષ, 13 વર્ષ, 9 વર્ષ, 8 વર્ષ, 6 વર્ષ અને 3 વર્ષના 6 બાળકો છે. આ સિવાય ત્રણ બાળકોના જન્મના બે-ત્રણ મહિનામાં જ મૃત્યુ થયા હતા. આ 10મું બાળક હમણાં જ જન્મ્યું છે. આશા વર્કર રેખા કાત્રેના એક નિવેદન પ્રમાણે, આ પરિવાર ખૂબ જ ગરીબ છે. 

મહિલાનું ઓપરેશન કરનાર ડૉકટરે મિડીયા સાથે વાત કરતા કહ્યું હતું કે, જુગતિબાઈ પર ઓપરેશન કરવું ખૂબ જ પડકારજનક હતું, એમ ડૉ. અર્ચનાએ કહ્યું. જુગતિબાઈ ને પ્રસૂતિશાસ્ત્ર કે સોનોગ્રાફી વિશે કંઈ ખબર નહોતી. તેનો પતિ પણ તેની સાથે નહોતો. તે કામ કરવા માટે બહારગામ ગયો હતો. તેથી તેઓએ ઓપરેશન કરવા માટે CSMOની પરવાનગી લેવી પડી. ડો કે માતા અને બાળક બરાબર છે. અર્ચનાએ કહ્યું.  જુગતિબાઈ બાઈગા સમુદાયની છે. આ જનજાતિને સંરતક્ષિત કરવાના આદેશો છે. તેથી અમને તેમને નસબંધી કરવાની મંજૂરી નથી.

આ સમાચાર પણ વાંચો :  Bankruptcy Law: નાદારી કાયદામાં સુધારો, મોદી સરકારના 100 દિવસ ના એજન્ડામાં પણ સામેલ, જાણો આ કાયદાની કેમ જરૂર છે?

Baiga Tribe: 2001ની વસ્તીના આધારે, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત બૈગા સમુદાયની વસ્તી 8 લાખથી ઓછી છે….

2001ની વસ્તીના આધારે, મધ્યપ્રદેશ  ( Madhya Pradesh ) અને છત્તીસગઢ સહિત બૈગા સમુદાયની વસ્તી 8 લાખથી ઓછી છે. તેથી આ જનજાતિના લોકોએ જો તેની નસબંધી કરવી હોય તો જાતે નસબંધી માટે વિનંતી કરવી પડશે અને કલેક્ટર પાસેથી સંમતિ પણ લેવી પડશે. 

જુગતિબાઈએ અત્યાર સુધીમાં 10 બાળકોને જન્મ આપ્યો છે. જ્યારે સૌથી વધુ બાળકોને જન્મ આપવાનો રેકોર્ડ રશિયન મહિલાના નામે છે. આ મહિલાએ 69 બાળકોને જન્મ આપ્યો છે. 27 વખત ગર્ભવતી રહી ચૂકેલી આ મહિલાએ ઘણી વખત જોડિયા, ત્રિપુટી કે ચાર બાળકોને એકસાથે જન્મ આપ્યો છે. રશિયાના જૂના રેકોર્ડ મુજબ, આ બાળકોનો જન્મ 1726 થી 1765 ની વચ્ચે થયો હતો. આ એક ગિનિસ રેકોર્ડ છે. 

Garba: વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ઉદયપુરમાં ૧૪ સપ્ટેમ્બરે ઉજવાશે
Pressure: મોનસૂનની તીવ્રતા : ગુજરાતમાં પૂર સંકટ, જળાશયો પર દબાણ, માછીમારો નું દરિયે જવાનું પરિશોધન
Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Exit mobile version