ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
21 જુલાઈ 2020
લોકડાઉન ને કારણે વ્યાપેલી આર્થીક મંદીમાં મુંબઇમાં વેચાયેલા ઘરની કિંમત સાંભળી બધા ચોકી ગયા છે. બાંદ્રા વિસ્તારમાં, બિલ્ડિંગના એક જ ફ્લોર પર વેચાયેલા બે ફ્લેટ્સની સંયુક્ત કિંમત પ્રતિ ચોરસ ફૂટ રૂ. 1.30 લાખ ચૂકવાયી છે. બાંદ્રા નું પાલી હિલએ મુંબઇ પરાનું બેવરલી હિલ્સ ગણાય છે. મોટાભાગની ફિલ્મ સેલિબ્રિટીઓ આ જ વિસ્તારમાં રહે છે. આવા વિસ્તારમાં ઘર ખરીદનારે 5064 ચોરસ ફૂટના ક્ષેત્ર માટે રૂ. 66.01 કરોડ આપી માલમિલ્કત ક્ષેત્રે રેકોર્ડ નોંધાવ્યો છે.
ચાલુ વર્ષ 2020 ની આ બીજી સૌથી મોટી રિયલ્ટી ડીલ છે. ખાસ તો આ ડીલ કોરોના જેવા કપરા કાળમાં થયી છે તેને કારણે આટલી ચર્ચા થઈ રહી છે. ઉપલબ્ધ દસ્તાવેજો અનુસાર, દેશ તાળાબંધી હેઠળ હતો ત્યારે આ સોદાને 6 એપ્રિલ અને 8 એપ્રિલના રોજ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. સોદાની નોંધણી 17 જુલાઇએ 3.29 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવીને કરવામાં આવી હતી. ખરીદદારને બે ફ્લેટ દીઠ પાંચ કાર પાર્ક પણ મળ્યા છે. આ જ વિસ્તારમાં અભિનેતા રણબીર કપૂરે, 2016 માં એક ચોરસ ફૂટ દીઠ 1.42 લાખ રૂપિયા આપીને એક એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com