બીએસ યેદિયુરપ્પાના રાજીનામા બાદ ખાલી પડેલા કર્ણાટકના મુખ્યમંત્રી પદ પર હવે બસવરાજ બોમ્મઇ બેસશે.
ગૃહ પ્રધાનની સાથે-સાથે બોમ્મઇ કર્ણાટક સરકારમાં સંસદીય કાર્ય પ્રધાન અને કાયદા પ્રધાન પણ છે. તે લિંગાયત સમુદાયનાં છે.
ભાજપે લિંગાયત સમુદાયમાંથી મુખ્યમંત્રી બનાવવાનું નક્કી કર્યું અને તેમના નામ પર સર્વસંમતિ થઈ. ભાજપનાં વિધાનસભા દળની બેઠકમાં તેમના નામ પર મહોર લાગાવવામાં આવી છે.
બોમ્મઇ યેદિયુરપ્પા સરકારમાં ગૃહ પ્રધાન હતા. યેદિયુરપ્પાનાં રાજીનામા બાદ જે નામોની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી તેમાં બોમ્મઇનું નામ મોખરે હતું.
ઉલ્લેખનિય છે કે બસવરાજ બોમ્મઇના પિતા એસઆર બોમ્મઇ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કર્ણાટકના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે
