ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021
સોમવાર
મુશળધાર વરસાદે મરાઠવાડાના બીડ, લાતુર, જાલના, ધારાશીવ, નાંદેડ, પરભણી જિલ્લાને ધોઈ નાખ્યા છે. જાલનાના પાચનવડગાવમાં ૧૮૩ મિ.મી વરસાદ પડ્યો છે. આ વરસાદને કારણે ગોદાવરી, સિંદફણા અને મણિકર્ણિકા નદીઓમાં પ્રચંડ પૂર આવવાથી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
હવામાન વિભાગે કરેલી અતિવૃષ્ટિની આગાહી મુજબ નગર, સોલાપુર, સાંગલી જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. કોલ્હાપુર અને સતારા જિલ્લામાં કેટલેક ઠેકાણે વરસાદ પડ્યો છે. નગર જિલ્લાના શેવગાવ તાલુકામાં અતિવૃષ્ટિને કારણે નાંદણી અને ચાંદણી નદીઓમાં પૂર આવ્યું છે, તો ભૂતવડા તળાવ ઓવરફલો થવાથી જામખેડાવાસીઓની પીવાના પાણીની ચિંતા દૂર થઈ છે.
હીરાપન્ના શૉપિંગ સેન્ટરમાંથી બ્રાન્ડેડ કંપનીના નામે બનાવટી ઘડિયાળો વેચનારી ટોળકીની ધરપકડ
સોલાપુર જિલ્લામાં ગત બે દિવસથી સતત વરસાદને કારણે નદી-નાળાં, તળાવ ભરાઈ ગયાં છે અને પુલ ઉપરથી પાણી વહેતું હોવાથી અનેક ગામો સાથે સંપર્ક તૂટી ગયો છે. સીના નદીમાં પૂર આવવાથી પાકને મોટું નુકસાન થયું છે. ગત ૨૪ કલાકમાં ૨૦.૨ મિ.મી વરસાદની નોંધ થઈ છે.
મોહોળ તાલુકાના આશ્ટે, હિંગણી, ભાંબડેવાડી અને અક્કલકોટ તાલુકાના બોરગાવ, આંદેવાડી ગામનો સંપર્ક તૂટ્યો છે. માઢા તાલુકામાં પણ વરસાદે પોતાનું જોર જમાવ્યું છે. માઢામાં ૮૩.૨ મિ.મી વરસાદ પડ્યો છે. અક્કલકોટ તાલુકામાં બોરી નદી છલોછલ ભરાઈ ગઈ છે, તો કુરનૂર તળાવ ૧૦૦ ટકા ભરાઈ ગયું છે.
