ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑગસ્ટ, 2021
સોમવાર
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ પણ ભાજપ અને ટીએમસી વચ્ચે ટક્કર ચાલુ જ છે.
પશ્ચિમ બંગાળના વિષ્ણપુરના ભાજપના ધારાસભ્ય તન્મય ઘોષ ટીએમસીમાં સામેલ થયા છે.
ધારાસભ્ય તન્મય ઘોષ કોલકાતામાં તૃણમૂલ ભવનમાં રાજ્યના શિક્ષણ પ્રધાન બ્રાત્યા બાસુની હાજરીમાં ટીએમસીમાં જોડાયા છે. બાસુએ ભાજપના ધારાસભ્યને પાર્ટીનો ધ્વજ આપીને પાર્ટીમાં તેમનું સ્વાગત કર્યું.
તૃણમૂલમાં જોડાયા બાદ તરત જ ઘોષે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે તે બદલો લેવાની રાજનીતિ કરી રહ્યું છે અને કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરીને બંગાળના લોકો પર રાજ કરવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીની પ્રચંડ જીત બાદ મુકુલ રૉય અને અન્ય કેટલાક નેતા ભાજપ છોડીને ટીએમસીમાં સામેલ થયા છે.
