Site icon

Bengal Panchayat Chunav Result: મતગણતરી ચાલુ, તૃણમૂલ કોંગ્રેસે મેળવી લીડ, જાણો ભાજપ કેટલી સીટ પર છે આગળ ?

Bengal Panchayat Chunav Result: આ ચૂંટણીને 2024ની લોકસભા ચૂંટણી પહેલા સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને વિપક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) માટે લિટમસ ટેસ્ટ તરીકે જોવામાં આવી રહી છે.

Bengal Panchayat Election Results Live Updates: Counting of votes underway amid tight security

Bengal Panchayat Election Results Live Updates: Counting of votes underway amid tight security

News Continuous Bureau | Mumbai
Bengal Panchayat Chunav Result: પશ્ચિમ બંગાળમાં દિવસો સુધી ચાલેલી હિંસા પછી, કેન્દ્રીય દળો અને રાજ્ય પોલીસ દ્વારા કડક સુરક્ષા વચ્ચે પંચાયત ચૂંટણીની મત ગણતરી ચાલી રહી છે. આ ચૂંટણી(Election) ને 2024ની લોકસભા ચૂંટણી પહેલા સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને વિપક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) માટે લિટમસ ટેસ્ટ તરીકે જોવામાં આવી રહી છે. શરૂઆતના ટ્રેન્ડમાં TMCએ જોરદાર લીડ બનાવી છે.

મતગણતરી આવતીકાલ સુધી ચાલુ રહેવાની સંભાવના

પંચાયતની ચૂંટણીની મતગણતરી (voting counting) આવતીકાલ સુધી ચાલુ રહેવાની સંભાવના છે. ચૂંટણી પંચના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મતગણતરી આડે લાંબો સમય જવાનો છે. જો કે, અત્યાર સુધીના વલણોથી તૃણમૂલ આગળ વધી રહી છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તૃણમૂલ કોંગ્રેસ (TMC) બંગાળમાં જીતનો ઝંડો લહેરાવી શકે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Dogs Given Retirement: અનોખું સન્માન, 10 સ્નિફર ડોગ્સને સલામ!, નિવૃત્તિ સમારોહમાં MP પોલીસે આ રીતે આપી વિદાય, જુઓ વિડિયો

તૃણમૂલ કોંગ્રેસે મેળવી લીડ

પ્રાપ્ત માહિતી અનુસાર, તૃણમૂલ કોંગ્રેસે 27,777થી વધુ સીટો પર લીડ મેળવી છે. તે જ સમયે, ભાજપ(BJP) ને 4,761 બેઠકો પર સરસાઈ મળી છે. 1,825 ડાબેરીઓના ખાતામાં ગયા છે. કોંગ્રેસે 1,149 બેઠકો જીતી છે અને અન્યોએ 1,594 બેઠકો જીતી છે. જ્યારે પંચાયત સમિતિમાં ટીએમસીને 1,259 બેઠકો, ભાજપને 8, ડાબેરીઓને 6 બેઠકો મળી છે.

રાજકીય હિંસામાં મૃત્યુઆંક વધ્યો

તમામ મતગણતરી કેન્દ્રો પર કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવ્યા છે અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. 8 જુલાઈએ મતદાન દરમિયાન હિંસા અને બૂથ કેપ્ચરિંગની ઘટનાઓને પગલે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સોમવારે બંગાળના 19 જિલ્લાઓમાં 696 બૂથ પર ફરીથી મતદાનનો આદેશ આપવામાં આવ્યો હતો. જેમાં સાંજે 5 વાગ્યા સુધી 69.85 મતદાન થયું હતું. સોમવારે તાજેતરની હિંસામાં ચાર લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. જેના કારણે 8 જૂનથી રાજકીય હિંસા (violence) માં મૃત્યુઆંક વધીને 42 થઈ ગયો છે.

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version