બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા અને વાજપેયી સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા યશવંત સિંહા પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલાં આજે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે.
તેમણે કોલકાતા ખાતે ટીએમસીના કાર્યાલયમાં જઈને પાર્ટી જોઈન કરી હતી. આ પ્રસંગે ડેરેક ઓ બ્રાયન, સુદીપ બંદોપાધ્યાય અને સુબ્રત મુખર્જી હાજર રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ થોડા સમયથી તેઓ સક્રિય રાજકારણથી દૂર હતા
