Site icon News Continuous Bureau | Mumbai

ભાજપ ધારાસભ્યના પુત્રના ઘરેથી મળ્યો ‘ખજાનો’, અધધ આટલા કરોડ રૂપિયાનો ઢગલો જોઈ અધિકારીઓ પણ દંગ રહી ગયા.. જુઓ વિડીયો..

Bengaluru Treasure found at BJP MLA son house officials were stunned to see a bundle of Rs 500 notes

ભાજપ ધારાસભ્યના પુત્રના ઘરેથી મળ્યો ‘ખજાનો’, અધધ આટલા કરોડ રૂપિયાનો ઢગલો જોઈ અધિકારીઓ પણ દંગ રહી ગયા.. જુઓ વિડીયો..

News Continuous Bureau | Mumbai

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં બીજેપીના ધારાસભ્ય માદલ વિરુપક્ષપ્પાના પુત્રના ઘરેથી અધધ 6 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. દરોડા દરમિયાન લોકાયુક્તના અધિકારીઓને આ રોકડ મળી આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ ભાજપના ધારાસભ્ય માદલ વિરુપક્ષપ્પાનો પુત્ર પ્રશાંત માદલ 40 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. આ પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

Join Our WhatsApp Channel

લોકાયુક્ત અધિકારીઓએ શુક્રવારે પ્રશાંત માદલના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ઘરની અંદરનો નજારો જોઈને અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. ઘરના ખૂણામાં જ્યાં હાથ નાખો ત્યાં પૈસાની નોટો મળી આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈની લોકલ ટ્રેનમાં મારપીટ બાદ હત્યા? આ રેલવે લાઈનની લગેજ કોચમાં મળી આવ્યો વૃદ્ધ મુસાફરનો મૃતદેહ.. મુસાફરોમાં ભયનો માહોલ

ઉલ્લેખનીય છે કે પ્રશાંત માદલ એક અમલદાર છે. કર્ણાટક ચૂંટણી પહેલા ભાજપના ધારાસભ્યના પુત્રના ઘરેથી આટલી મોટી રકમની રિકવરી ભાજપ માટે શરમનું કારણ બની શકે છે. કર્ણાટકમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે

Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Sonipat Pitbull Attack પિટબુલ એટેક ૬ મહિનાના બાળકને કરડી ખાધું, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો; માલિક સામે પોલીસ ફરિયાદ!
Gujarat Monsoon Fury ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી ૨૪ કલાકમાં ૧૫૦ તાલુકામાં વરસાદ, મોરબીના માળિયામાં સૌથી વધુ ૫.૧૬ ઇંચ ખાબક્યો
Exit mobile version