ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 ઓગસ્ટ 2020
બેંગલુરુમાં મંગળવારની રાતે એક વિવાદીત પોસ્ટ મુદ્દે હિંસા ભડકી ઉઠી હતી. સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. જેમાં 2 લોકોના મોત થયા હતા. સાથે જ 60 થી વધુ પોલીસકર્મી ઘાયલ થઈ ગયા હતા. જેમાં એક એડિશનલ પોલીસ કમિશનરનો પણ સમાવેશ થાય છે.
બેંગલુરુ સિટી પોલીસ કમિશનર કમલ કાંતે જણાવ્યું કે, સ્થિતિ નિયંત્રણમાં છે. ડીજે હલ્લી અને કેજી હલ્લી પોલીસ સ્ટેશનમાં કર્ફ્યૂ લદાયું છે અને બાકી શહેરમાં કલમ 144 લાગુ કરાઈ છે. RFF, CRPF અને CISFની ઘણી કંપનીઓને બોલાવી લેવાઈ છે. ડીજે હલ્લી પોલીસ સ્ટેશનમાં ઉપદ્રવીઓ લગભગ એક કલાક સુધી તોડફોડ કરતા રહ્યા હતાં. હિંસામાં 250 થી વધુ વાહનોને નુકસાન પહોંચ્યું છે. ઉપદ્રવીઓએ પોલીસની ગાડીમાં આગ લગાવી દીધી હતી.
મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ ટ્વિટ કરીને હિંસાની નિંદા કરી છે. તેમણે લખ્યું કે, "મીડિયા, પોલીસ અને લોકો પર હુમલો કરવો યોગ્ય નથી, આ ચલાવી નહીં લેવાય, લોકો શાંતિ જાળવી રાખે."
બીજી તરફ એક સારો બનાવ પણ બન્યો છે. ડીજે હલ્લી વિસ્તારમાં તોફાની તત્વોથી મંદિરને બચાવવા માટે મુસ્લિમ યુવકોએ હ્યુમન ચેઈન બનાવી હતી. મળતી માહિતી પ્રમાણે, જ્યાં સુધી તોફાનીઓ ત્યાંથી ચાલ્યા ન ગયા, ત્યાં સુધી આ લોકો મંદિરને બચાવવા માટે ત્યાં જ ઊભા રહ્યા હતા. સોશિયલ મીડિયા સહિત તમામ જગ્યાએ આ યુવકોની પ્રશંસા થઈ રહી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
