Site icon

બેસ્ટના 14 ડ્રાઈવર, કંડકટર ડિસમિસ, લોકડાઉનના બહાને 3 મહિના ડયુટી પરથી નદારત હતાં

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ 

Join Our WhatsApp Community

25 જુન 2020

કોરોનાના બહાને ત્રણ મહિના સુધી ડ્યુટી પર નહીં આવનારા 14 લોકોને બેસ્ટે સોમવારથી ડ્રાઇવરો અને કંડકટરોને બરતરફ કરવાનું શરૂ કર્યું છે, 22 જૂને 11 જણાંને, 23 જૂને બે અને 24 જૂને એક , એમ જુદા જુદા ડેપોમાંથી ડિસમિસ કરાયા છે. જ્યારે અન્ય 300  કર્મચારીઓ સામે કાર્યવાહી ચાલી રહી છે..

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે 14 ડ્રાઇવરો અને કંડકટરોને ઘણા રિમાઇન્ડર્સ મોકલવા છતાં માર્ચ, એપ્રિલ અને મે દરમ્યાન કામ પર હાજર થયા ન હતા કે કોઈ જાણ પણ કરી ના હતી તેમને બરતરફ કરવામાં આવ્યા છે. લોકડાઉન દરમિયાન લગભગ બેસ્ટએ 3600 ના બદલે 2,400 બેસ્ટ બસો જ રસ્તા પર દોડાવી શકી હતી, 

જ્યારે ખાનગી કચેરીઓમાં દસ ટકા કર્મચારીઓ સાથે કામ કરવાની મંજૂરી આપવામાં આવી ત્યારે મુસાફરોની સંખ્યા આશરે છ લાખ થઈ ગઈ હતી પરંતુ સ્ટાફની અછતને કારણે બેસ્ટ હજી પણ લગભગ 2,400 બસો જ દોડાવવામાં સફળ રહ્યું છે.. 

હવે જ્યારથી બેસ્ટે શિસ્તને લઈ કાર્યવાહી શરૂ કરી છે ત્યારથી, કર્મચારીઓ કામ માટે આગળ આવી રહયાં છે અને હવે તે દરરોજ 7989 લાખ મુસાફરોને લઇને આશરે 2900 બસો ચલાવે છે. જો કે, બેસ્ટ કામદાર સમિતિના જનરલ સેક્રેટરી, બેસ્ટના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો. તેમનું કહેવું છે કે  "આમાંના ઘણા કર્મચારીઓ તાળાબંધીના કારણે પોતાના વતનમાં જતા રહયાં હતા અને તેથી તેઓ કામ કરવા આવી શક્યા ન હતા…"

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fXVsFS 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Exit mobile version