Site icon

પંજાબના CM ભગવંત માન ગુરપ્રીત કૌર સાથે બંધાયા લગ્નના પવિત્ર બંધનમાં- અરવિંદ કેજરીવાલે અદા કરી પિતા તરીકેની વિધિઓ- જુઓ તસવીરો 

News Continuous Bureau | Mumbai 

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Chief Minister of Punjab Bhagwant Mann) આજે ફરી એક વાર લગ્નના બંધનમાં બંધાયા છે. ચંદીગઢ(Chandigadh) ખાતે પોતાના નિવાસસ્થાને તેમણે સાદગીથી ડો.ગુરપ્રીત કૌર(Dr. Gurpreet Kaur) સાથે લગ્ન કર્યા છે.  

Join Our WhatsApp Community

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ(Delhi CM Arvind Kejriwal) પોતાના પરિવાર સાથે લગ્નમાં સામેલ થયા હતા. સાથે જ તેમણે પિતા તરીકેની ફરજ નિભાવીને તમામ વિધિઓ કરી હતી. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈ લોકલ ટ્રેનના મુસાફરો માટે મહત્વના સમાચાર. આજે બપોરે હાર્બર રૂટ પર આ સ્ટેશન વચ્ચે છે 2 કલાકનો ઈમરજન્સી બ્લોક…

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પોતાના લગ્ન પ્રસંગે ગોલ્ડન શેરવાની અને પીળી પાઘડીમાં જોવા મળ્યા. સાથે જ તેઓ વરરાજા (groom) તરીકે ખુબ સુંદર લાગી રહ્યા છે. જ્યારે તેમની દુલ્હન(bride) ડો. ગુરપ્રીત કૌર લાલ જોડામાં મોટા સોનેરી માંગ ટીકા સાથે અનોખા અંદાજમાં જોવા મળી રહી છે.

ઉલેખનીય છે કે 32 વર્ષની ગુરપ્રીત કૌર, ભગવંત માનથી 16 વર્ષ નાની છે. બંનેની મુલાકાત ચાર વર્ષ પહેલા થઇ હતી. ભગવંત માનના આ બીજા લગ્ન છે. વર્ષ 2015માં ભગવંત માને તેમની પત્ની સાથે છુટાછેડા(Divorce) લીધા હતા. ભગવંત માનની પ્રથમ પત્ની ઇન્દરપ્રીત કૌર(Indarpreet Kaur) સાથે તેમને બે બાળકો પણ છે. જે હાલમાં ભગવંત માનની પૂર્વ પત્ની સાથે અમેરિકા(USA)માં રહે છે. 

Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Maharashtra Weather: રાજ્યમાં વરસાદી વિરામ: મુંબઈ-પુણે સહિત મહારાષ્ટ્રમાં આકાશ ચોખ્ખું થશે, વિદર્ભના બે જિલ્લામાં હળવા વરસાદની આગાહી.
Exit mobile version