Site icon News Continuous Bureau | Mumbai

ભારત જોડો યાત્રામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો જોવા મળ્યો અલગ અંદાજ- પોતાને જ માર્યા ચાબખા- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

‘ભારત જોડો યાત્રા’ (Bharat Jodo Yatra) દરમિયાન રાહુલ ગાંધી(Rahul Gandhi)ના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ક્યારેક તે રસ્તાની બાજુમાં બેઠેલા લોકો સાથે વાત કરવા લાગે છે તો ક્યારેક તે રસ્તાની બાજુમાં ઉભા રહીને ચાની ચૂસકી લેવા લાગે છે. દરમિયાન રાહુલ ગાંધીનો ફરી એકવાર રાહુલ ગાંધી એક અલગ જ અંદાજ જોવા મળ્યો છે. પહેલા તેમણે એક બાળકને કરાટે(Karate) શીખવ્યા હતા. પછી ત્યાનું લોકનૃત્ય ઢિમસા(Folk dance Dhimsa) પણ કર્યું હતું. જેના પછી સૌથી અલગ વસ્તુ કરી હતી. જેમાં તેમણે બોનાલુ સેલિબ્રેશન કર્યું હતું. જેમાં તેમણે પોતાને જ ચાબખા માર્યા હતા.

Join Our WhatsApp Channel

 

મહત્વનું છે કે તેલંગાણા(Telangana)ના બોનાલુ ફેસ્ટિવલ(Bonaloo Festival)માં ચાબુક મારવાની પરંપરા છે. આ ચાબખા 'પોથારાજુ'(Potharaju) બનેલા વ્યક્તિ પોતાના શરીર ઉપર મારે છે. પોથરાજુ બોનાલુ ઉત્સવની દેવી મહાકાળી(Mahakali)ના ભાઈ છે, જે દેવીની રક્ષા માટે ચાબખા મારે છે. પોથરાજુને દેવી મહાકાળીનાં વિવિધ સ્વરૂપો ધરાવતી સાત બહેનોનો ભાઈ માનવામાં આવે છે. રાહુલ ગાંધીએ પણ તેમની યાત્રા દરમિયાન પોથારાજુ બન્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયા(Social Media) પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.. 

આ સમાચાર પણ વાંચો: વેપારીઓને રાહત- મુંબઈમાં દુકાનો પર મરાઠી બોર્ડ લગાવવા મામલે સુપ્રીમ કોર્ટે પાલિકાને આપ્યો આ મોટો આદેશ 

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version