ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 03/10/21
રવિવાર
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ની ખુરશી બચી ગઇ છે. ભવાનીપુર ની પેટા ચૂંટણીમાં મમતા બેનર્જી વિજયી રહ્યા છે. ભવાનીપુર સીટ પરથી મમતા બેનર્જી સામે પ્રિયંકા ટીબરેવાલ ચૂંટણી લડી રહ્યા હતા. મમતા બેનર્જી 58 હજાર મતથી ચૂંટણી જીતી ગયા છે.
ઉલ્લેખનીય છે કે બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન મમતા બેનરજીની પાર્ટી ચુંટણી જીતી ગઈ હતી પરંતુ મમતા બેનરજી પોતાની ચૂંટણી હારી ગયા હતા.
