ફરી દુર્ઘટનાનો શિકાર થઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, આ રુટ પર ગાયને ટક્કર મારતા આગળના બોનેટના ઉડયાં ફુરચા.. જુઓ વિડીયો..

ફરી દુર્ઘટનાનો શિકાર થઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, આ રુટ પર ગાયને ટક્કર મારતા આગળના બોનેટના ઉડયાં ફુરચા.. જુઓ વિડીયો.

ફરી દુર્ઘટનાનો શિકાર થઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, આ રુટ પર ગાયને ટક્કર મારતા આગળના બોનેટના ઉડયાં ફુરચા.. જુઓ વિડીયો.

News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 1 એપ્રિલના રોજ ભોપાલ અને દિલ્હી વચ્ચે સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત (ભોપાલ-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ)ને લીલી ઝંડી બતાવી હતી. ત્યારબાદ ટ્રેન ચર્ચામાં રહી હતી. હવે ફરી એકવાર વંદે ભારત ફરી એકવાર ચર્ચામાં છે. હઝરત નિઝામુદ્દીન-રાની કમલાપતિ વંદે ભારત એક્સપ્રેસ ગાય સાથે અથડાઈ છે. જે બાદ ટ્રેનનો આગળનો ભાગ ખુલી ગયો છે.

Join Our WhatsApp Community

ગઈકાલે એટલે કે 27 એપ્રિલે સાંજે 6.15 વાગ્યે વંદે ભારત એક્સપ્રેસ ગાય સાથે અથડાઈ હતી, જેના કારણે ટ્રેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. અહેવાલ મુજબ અધિકારીઓએ માહિતી આપી હતી કે ઘટના બાદ વંદે ભારત એક્સપ્રેસ લગભગ 15 મિનિટ સુધી ગ્વાલિયરના ડાબરા સ્ટેશન પર ઉભી રહી હતી.

આ સમાચાર પણ વાંચો: જિયા ખાન આત્મહત્યા કેસમાં 10 વર્ષે ચુકાદો આપ્યો, બોલિવૂડ અભિનેતા સૂરજ પંચોલી નિર્દોષ જાહેર, શું હતો સમગ્ર મામલો?

ટ્રેન દિલ્હીથી ભોપાલ જઈ રહી હતી. અકસ્માત બાદ ટેકનિકલ સ્ટાફે ટ્રેનને રીપેર કરી હતી. 15 મિનિટના ચેકિંગ બાદ ટ્રેનને ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું અને ભોપાલ માટે રવાના થઈ.

રેલવે કર્મચારીનું મોત થયું હતું

આ પહેલા 20 એપ્રિલે રાજસ્થાનના અલવર પાસે વંદે ભારત એક્સપ્રેસ સાથે એક ગાય અથડાઈ હતી. તે સમયે એક રેલવે કર્મચારી ટ્રેક પાસે પેશાબ કરી રહ્યો હતો. ગાય ટ્રેન સાથે અથડાઈ અને સીધી તેના પર પડી. આ ઘટનામાં તેનું મોત થયું હતું.  

આ પહેલા પણ વંદે ભારત એક્સપ્રેસ જાનવરો સાથે અથડાઈને ક્ષતિગ્રસ્ત થવાના અહેવાલો સામે આવ્યા છે. ટ્રેન અલગ-અલગ જગ્યાએ પ્રાણીઓ સાથે અથડાઈ હતી.

 

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
India-Bangladesh tensions: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો: ઢાકામાં ભારતીય હાઈકમિશનરને મળી ધમકી, ભારતે બાંગ્લાદેશના દૂતના પાઠવ્યું તેડું
Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
PM Narendra Modi: ઇથોપિયાની સંસદમાં ગુંજ્યો ભારતનો અવાજ: PM મોદીએ જીત્યા દિલ, કહ્યું- ‘હું દોસ્તી અને ભાઈચારાનો સંદેશ લાવ્યો છું’.
Exit mobile version