Site icon News Continuous Bureau | Mumbai

CM Bhupendra Patel Vijapur: વિજાપુરમાં યોજાયો ‘લઘુરુદ્ર યજ્ઞ તથા બહેન-દીકરી અને જમાઈશ્રીઓના સન્માન સમારોહ’, CM ભુપેન્દ્ર પટેલે કર્યું સંબોધન.

CM Bhupendra Patel Vijapur: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિજાપુરના વસઈ ખાતે લઘુરુદ્ર યજ્ઞ તથા બહેન-દીકરી અને જમાઈશ્રીઓના સન્માન સમારોહમાં હાજરી આપી. સ્વચ્છતાના આગ્રહી બનીને સૌને સ્વચ્છ ભારત નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કરતા મુખ્યમંત્રી

Bhupendra Patel attended Laghu Rudra yagna and bahen Dikri ane jamaishriona Samman Samaroh at Vasai, Vijapur.

News Continuous Bureau | Mumbai

CM Bhupendra Patel Vijapur:  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિજાપુર તાલુકાના વસઈ ખાતે લઘુરુદ્ર યજ્ઞ તથા બહેન-દીકરી અને જમાઈશ્રીઓના સન્માન સમારોહમાં સહભાગી થયા હતા. 

Join Our WhatsApp Channel

આ પ્રસંગે મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે ( CM Bhupendra Patel ) જણાવ્યું હતું કે, તેમના આજના દિવસની શરૂઆત 300 વર્ષ જુના રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મહારુદ્રી યજ્ઞ તેમજ વસઈના લઘુરુદ્ર યજ્ઞથી ( Laghu Rudra yagna ) થઈ છે. મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે આ પરિસરમાં તેમણે ખૂબ સારી સ્વચ્છતા જોઈ છે. આવી સ્વચ્છતાનો આગ્રહ દરેક જગ્યાએ રાખવો જોઈએ. આપણું ગામ, શહેર અને આસપાસના વિસ્તારમાં દરરોજ સ્વચ્છતા ( Cleanliness ) રહે તેની સૌએ કાળજી રાખવી જોઈએ. લોકોના સંસ્કાર અને સ્વભાવમાં સ્વચ્છતા આવે અને સૌ સ્વચ્છતાના આગ્રહી બનીને સ્વચ્છ વિકસિત ભારત નિર્માણમાં જોડાય તેવો મુખ્યમંત્રી એ ( CM Bhupendra Patel Vijapur ) અનુરોધ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો:  Amit Shah Kendriya Hindi Samiti: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ‘કેન્દ્રીય હિન્દી સમિતિ’ બેઠકની કરી અધ્યક્ષતા, હિન્દીને સશક્ત બનાવવા હાથ ધરવામાં આવી આ પહેલો.

આ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ, રાજ્યસભા સાંસદશ્રી મયંકભાઇ નાયક, લોકસભા સાંસદશ્રી હરિભાઈ પટેલ, વિજાપુર ધારાસભ્યશ્રી સી.જે. ચાવડા, અગ્રણી સર્વશ્રી ગીરીશભાઈ રાજગોર, રમણભાઈ પટેલ અને ડાયાભાઈ પટેલ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Maharashtra Monsoon Delay આકાશ પર મંડાયેલી મીટ આ તારીખથી રાજ્યમાં સક્રિય થશે ચોમાસું, ખેડૂતોને મળશે રાહત.
Kolkata Rains કોલકાતામાં મુશળધાર વરસાદ રસ્તાઓ બન્યા નદી, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન
Maharashtra Monsoon Update મહારાષ્ટ્રમાં અટકેલું ચોમાસું ક્યારે આગળ વધશે? હવામાન વિભાગે જાહેર કરી ફરી સક્રિય થવાની ફાઇનલ તારીખ
Monsoon Rain Update મહારાષ્ટ્રમાંથી ચોમાસું ગાયબ? ૨૦ જૂનની આગાહી ફ્લોપ, હવે આ દિવસથી શરૂ થશે ધમાકેદાર વરસાદ
Exit mobile version