Site icon

Lok Sabha Election: લોકસભાની ચૂંટણી વચ્ચે BSPને મોટો ઝટકો, દિલ્હીની નિર્ભયાને ન્યાય અપાવનાર સીમા કુશવાહા ભાજપમાં જોડાયા, સંગીતા આઝાદે પણ છોડી BSP…

Lok Sabha Election: સીમા સમૃદ્ધિ સોમવારે બસપા છોડીને ભાજપમાં જોડાય ગયા હતા. પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડે, યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક અને બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીની હાજરીમાં જોડાયા હતા.

Big blow to BSP amid Lok Sabha elections, Seema Kushwaha, who brought justice to Delhi's Nirbhaya, joined BJP, Sangeeta Azad also left BSP..

Big blow to BSP amid Lok Sabha elections, Seema Kushwaha, who brought justice to Delhi's Nirbhaya, joined BJP, Sangeeta Azad also left BSP..

News Continuous Bureau | Mumbai

Lok Sabha Election: લોકસભાની ચૂંટણી પહેલા નેતાઓ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાનો સિલસિલો ચાલુ છે. એ ક્રમમાં હવે સોમવારે યુપીના લાલગંજથી બસપાના સાંસદ સંગીતા આઝાદ ( sangeeta azad ) બીજેપીમાં જોડાયા હતા. સંગીતા આઝાદની સાથે બીજેપીમાં અન્ય એક નામ જોડાયા છે. તે સીમા સમૃદ્ધિ કુશવાહા છે, જે વકીલ છે જેણે દિલ્હીની નિર્ભયા માટે ન્યાય મેળવ્યો હતો. 

Join Our WhatsApp Community

સીમા સમૃદ્ધિ સોમવારે બસપા છોડીને ભાજપમાં ( BJP ) જોડાય ગયા હતા. પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડે, યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક અને બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીની હાજરીમાં સીમા કુશવાહાની ( seema samridhi kushwaha )  સાથે બસપા ( BSP ) સાંસદ સંગીતા આઝાદ, તેમના પતિ અરિમર્દન સાથે જોડાયા હતા.

 સીમા કુશવાહાએ પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી તેમનો આભાર માન્યો હતો.

ભાજપમાં જોડાયા બાદ સીમા કુશવાહાએ પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી તેમનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે નડ્ડા જીના માર્ગદર્શન હેઠળ આજે તેઓ રાષ્ટ્રહિત અને મહિલા સશક્તિકરણના સંકલ્પ સાથે વિશ્વની સૌથી મોટી પાર્ટીમાં જોડાઈ છું. તેમજ વડાપ્રધાનના પરિવારનો ભાગ બનાવવા બદલ જેપી નડ્ડાનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Pakistan IMF Loan: ચીનના દેવામાં ફસાયું પાકિસ્તાન, લોન આપતા પહેલા IMFએ CPEC પ્રોજેક્ટ પર ઉઠાવ્યા સવાલ.

સીમા કુશવાહાને સીમા સમૃદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સીમા સુપ્રીમ કોર્ટમાં વકીલ છે. ભાજપમાં જોડાતા પહેલા તેઓ માયાવતીની પાર્ટી બસપાના રાષ્ટ્રીય પ્રવક્તા હતા. તે 2012માં દિલ્હીમાં ગેંગ રેપ અને મર્ડર કેસમાં નિર્ભયાની કાનૂની સલાહકાર તરીકે જાણીતી છે. તેમની લાંબી કાનૂની લડાઈને કારણે જ નિર્ભયાના ચારેય દોષિતોને 20 માર્ચ 2020ના રોજ તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી.

સંગીતા આઝાદ યુપીના લોકસભા સંસદીય ક્ષેત્રથી બીએસપીના સાંસદ હતા. તેમને 2019માં SP-BSP ગઠબંધન દ્વારા ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. સંગીતાએ તત્કાલિન ભાજપ સાંસદ નીલમ સોનકરને 1.5 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. તેમના પતિ અરિમર્દન પણ લાલગંજથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.

નોંધનીય છે કે, સંસદના છેલ્લા સત્રમાં સંગીતા આઝાદ તેમના પતિ અરિમર્દન સાથે વડાપ્રધાન મોદીને મળ્યા હતા. ત્યારથી તે ભાજપમાં જોડાઈ શકે તેવી જોરદાર ચર્ચા હતી. જોકે, તે સમયે તેણે આ દાવાઓને ફગાવી દીધા હતા. સંગીતા આઝાદે કહ્યું હતું કે તેઓ તેમના વિસ્તારમાં વંદે ભારત ટ્રેનની માંગને લઈને પીએમ મોદીને મળ્યા હતા. તેણે કહ્યું કે તે બસપા છોડી રહી નથી. જો કે, હવે તેઓ ભાજપમાં જોડાય ગયા છે.

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Jammu & Kashmir: મોટા ધડાકાની હતી તૈયારી? અધધ આટલા કિલો RDX સાથે ફરીદાબાદમાં આતંકવાદી કાવતરું નિષ્ફળ, કાશ્મીર કનેક્શન બહાર આવ્યું.
Exit mobile version