Site icon

ઓહ.. !! સગીર વયના યુવક-યુવતી લીવ ઇન રિલેશનશિપમાં રહી શકે છે.. જાણો કયાં રાજ્યની કોર્ટે આવો આદેશ આપવો પડ્યો… 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

31 ડિસેમ્બર 2020

પહેલાં આપણાં સમાજમાં લગ્ન વગર સાથે રહેવું ખરાબ બાબત ગણવામાં આવતી હતી. ત્યારબાદ બે વયસ્ક વ્યક્તિ લીવ ઇન માં સાથે રહી શકે છે એવી કાનુની માન્યતા મળી હતી. હવે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે કહ્યું છે કે જો લગ્ન કર્યા ન હોય તો પણ દંપતીઓના જીવન અને સ્વતંત્રતાની રક્ષા કરવી જોઈએ. જસ્ટિસ અલકા સરીનની બેંચે કહ્યું હતું કે, દંપતી સાથે રહેવાની સાથે સાથે કાયદાની મર્યાદામાં રહે ત્યાં સુધી એ લોકોને કોઈ જુદા કરી શકે નહીં.

એક કેસમાં સુનાવણી કરતાં ન્યાયાધીશાએ કહ્યું કે,  કોઈપણ વ્યક્તિ નક્કી કરી શકે છે કે, વ્યક્તિએ પોતાનું જીવન કેવી રીતે જીવવું જોઈએ. બંધારણ દરેક વ્યક્તિને જીવનના અધિકારની બાંયધરી આપે છે. પોતાના જીવનસાથીને પસંદ કરવાની સ્વતંત્રતા એ જીવનના અધિકારનો મહત્વપૂર્ણ ભાગ છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં કેસની સુનાવણી કરતાં જસ્ટિસે કહ્યું કે, માતા-પિતા બાળકને પોતાની શરતો પર જીવન જીવવા દબાણ કરી શકે નથી. 

હકીકતમાં, અદાલતે એક દંપતીની અરજીની સુનાવણી કરી રહી હતી, યુવતીએ આરોપ લગાવ્યો હતો કે તેને તેના પરિવાર તરફથી ત્રાસ આપવામાં આવે છે અને ધમકી આપવામાં આવી રહી છે. બંને એક બીજા સાથે લગ્ન કરવા માગે છે, પરંતુ હાલ લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાનું પસંદ કર્યું છે. કારણ કે છોકરો સગીર છે. તે જ સમયે, હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો આધાર લઈ કહ્યું કે યુવક સગીર હોય છતાં પોતાની મરજીથી લીવ ઇન રિલેશનશિપમાં રહી શકે છે. કારણકે બંધારણ હેઠળ દરેક વ્યક્તિને જીવનના અધિકારની ખાતરી આપવામાં આવી છે.

Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.
Maharashtra Weather Alert:મહારાષ્ટ્ર પર ફરી આકાશી આફત! આગામી ૪૮ કલાક ભારે; ૫ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની યલો એલર્ટ.
Sion Panvel Highway Expansion:પૂર્વ મુંબઈના મુસાફરો માટે ખુશખબર! શીવ-પનવેલ હાઈવે પર ફ્લાયઓવરના વિસ્તરણથી ટ્રાફિકની સમસ્યા હલ; જાણો શું છે સરકારનો પ્લાન
Exit mobile version