Site icon News Continuous Bureau | Mumbai

Bihar Bridge Collapse : બિહારમાં વધુ એક પુલ ધરાશાયી, ગણતરીના મિનિટમાં બ્રિજ નદીમાં સમાયું; જુઓ વિડીયો

 Bihar Bridge Collapse: એકાએક બ્રિજ ધરાશાયી થતાં મોટા અવાજે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ પુલ તૂટવાને કારણે આ વિસ્તારોમાં લોકોની અવરજવર પર અસર પડી છે. હાલ આ અકસ્માતમાં કોઈ જાનહાનિની ​​માહિતી નથી. અગાઉ અરરિયામાં પુલ ધરાશાયી થયાના સમાચાર હતા.

Bihar Bridge CollapseBridge Collapse In Siwan Creates Panic; 2nd Incident In Bihar This Week

Bihar Bridge CollapseBridge Collapse In Siwan Creates Panic; 2nd Incident In Bihar This Week

   News Continuous Bureau | Mumbai

Bihar Bridge Collapse: બિહાર ( Bihar ) માં પુલ ધરાશાયી ( Bridge collapse )  થવાની ઘટનાઓ અટકી રહી નથી. અરરિયા બાદ હવે સિવાન ( Siwan ) માં પુલ ધરાશાયી થયો છે. આ પુલ ગંડક કેનાલ પર બનાવવામાં આવ્યો હતો, જે અચાનક તૂટીને પડી ગયો હતો. પહેલા પુલનો એક થાંભલો નીચે પડ્યો અને પછી આખો પુલ કેનાલમાં ગરકાવ થયો. પુલ ધરાશાયી થવાના જોરદાર અવાજથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.

Join Our WhatsApp Channel

Bihar Bridge Collapse: જુઓ વિડીયો 

Bihar Bridge Collapse: પુલ ધરાશાયી થવાના કારણે વાહનવ્યવહાર  ઠપ 

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. જોકે  બ્રિજ તૂટી પડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે ગંડક કેનાલ પર બનેલો આ પુલ ઘણો જૂનો હતો. ગત વર્ષે કેનાલ બનાવવામાં આવી હતી પરંતુ કેનાલ બનાવવામાં બેદરકારી દાખવવામાં આવી હતી, જેના કારણે પાણીના જોરદાર પ્રવાહને કારણે પુલના થાંભલા પરથી માટી ખસી જવા લાગી. જેના કારણે પુલના થાંભલા ધસી પડવા લાગ્યા અને થોડીવારમાં જ પુલ ધરાશાયી થઈ ગયો. પુલ ધરાશાયી થવાના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો છે.

આ સમાચાર  પણ વાંચો :  ખાલપુરના નદીમાં ન્હાવા ગયેલા રિઝવી કોલેજના આટલા વિદ્યાર્થીઓનું ડૂબી જતા મોત.. જાણો વિગતે..

Bihar Bridge Collapse: લોકો પાસે બીજો કોઈ વિકલ્પ નથી!

ગંડક કેનાલ પર બનેલો આ પુલ મહારાજગંજ બ્લોકના પટેઢી બજાર અને દારુંડા બ્લોકની રામગઢ પંચાયતને જોડે છે. આ પુલની મદદથી હજારો લોકો એક બાજુથી બીજી તરફ જતા હતા, પરંતુ હવે લોકોને નજીકના ગામમાં જવા માટે પણ લાંબુ અંતર કાપવું પડશે.

Car Falls into Gorge in Mussoorie ઉત્તરાખંડ મસૂરીમાં કાર સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, ભયાનક અકસ્માતમાં ચાર લોકોના કરુણ મોત
Haridwar News પાણીની ટાંકીમાં સાપનો ડેરો, ૨૭ બચ્ચાં મળતા ફફડાટ! જુઓ વિડીયો…
Rohit Pawar Ladki Bahin Yojana।રોહિત પવારનો મોટો ધડાકો! ‘લાડકી બહેન યોજના’ ને લઈને કર્યો એવો દાવો કે સરકાર પણ ચોંકી ગઈ
Dharavi Redevelopment Master Plan। દેવેન્દ્ર ફડણવીસનો મોટો ધડાકો! આગામી ૨ વર્ષમાં બદલાઈ જશે ધારાવીનો ચહેરો, સિંગાપુર મોડલ પર થશે રીડેવલપમેન્ટ
Exit mobile version