News Continuous Bureau | Mumbai
Bihar Bridge Collapsed:બિહારમાં લગભગ દરરોજ, નવા, જૂના કે નિર્માણાધીન, પુલ એક પછી એક ધરાશાયી થઇ રહ્યા છે. બુધવારે પણ રાજ્યમાં ઓછામાં ઓછા 5 પુલ ધરાશાયી થયા છે. જેમાં સિવાન જિલ્લામાં છડી નદી પર બનેલા બે પુલનો સમાવેશ થાય છે. આ નદી પરના પુલ તરફ જતો રસ્તો વરસાદમાં ધોવાઈ ગયો છે. જેના કારણે આ પુલ પણ હવે ઉપયોગ માટે યોગ્ય રહ્યો નથી.
Bihar Bridge Collapsed:સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ
દરમિયાન પુલ ધરાશાયી થવાની આ વારંવારની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ એડવોકેટ બ્રજેશ સિંઘે સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરીને રાજ્યમાં હાલના અને તાજેતરના વર્ષોમાં થયેલા મોટા અને નાના પુલના સરકારી બાંધકામનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરવાનો આદેશ આપવા વિનંતી કરી છે. આ ઉપરાંત, પુલ સહિતના સરકારી બાંધકામો પર વાસ્તવિક સમયની દેખરેખ માટે યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તેના અમલીકરણ માટે નીતિ અને માર્ગદર્શિકા તૈયાર કરવાનો આદેશ આપવા પણ વિનંતી કરવામાં આવી છે.
Bihar Bridge Collapsed: 12 પુલ તૂટી પડવા અને ધોવાઈ જવાનો ઉલ્લેખ
બે મોટા પુલ અને કેટલાક નાના અને મધ્યમ પુલ નિર્માણાધીન કે બાંધકામ બાદ તુરંત જ તૂટી પડવા, ધરાશાયી થવા અને ધોવાઈ જવાના બનાવોનો ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે બિહાર પૂરથી પ્રભાવિત રાજ્ય છે, અહીં 68,800 ચોરસ કિલોમીટર એટલે કે 73.6 ટકા જમીન વિસ્તાર ગંભીર પૂર માટે સંવેદનશીલ છે.
આ સમાચાર પણ વાંચો: Team India Meets PM Modi: વર્લ્ડ ચેમ્પિયન ‘રોહિત એન્ડ કંપની’ વડાપ્રધાન નિવાસે પહોંચી, ટૂંક સમયમાં કરશે PM મોદી સાથે મુલાકાત
એટલું જ નહીં અરજીમાં છેલ્લા બે વર્ષમાં 12 પુલ ધરાશાયી અને તૂટી પડવાની ઘટનાઓ ટાંકવામાં આવી છે. આ સાથે અરજીમાં બિહાર સરકાર, કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય, હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા, માર્ગ નિર્માણ અને પરિવહન મંત્રાલય, બ્રિજ નિર્માણ નિગમ સહિત કુલ 6 પક્ષકારો બનાવવામાં આવ્યા છે.
Bihar Bridge Collapsed: આરજેડીએ સવાલો ઉઠાવ્યા
બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે પડી રહેલા પુલ પર કહ્યું કે 4 જુલાઈએ એટલે કે આજે સવારે બિહારમાં વધુ એક પુલ ધરાશાયી થયો. ગઈકાલે 3 જુલાઈએ જ 5 પુલ ધરાશાયી થયા હતા. 18 જૂનથી અત્યાર સુધીમાં 12 પુલ ધરાશાયી થયા છે. આ સિદ્ધિઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમાર સંપૂર્ણપણે મૌન અને અવાચક છે.
