Site icon

Bihar Caste Census: બિહારમાં ચાલુ રહેશે જાતિ ગણતરી, પટના હાઈકોર્ટે નીતિશ સરકારના પક્ષમાં આપ્યો નિર્ણય.. જાણો શું છે સમગ્ર મામલો..

Bihar Caste Census: પટના હાઈકોર્ટે જાતિ ગણતરી કરાવવાના નીતિશ સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. તેમજ તેની સામે દાખલ કરાયેલી તમામ અરજીઓ પણ ફગાવી દેવામાં આવી છે.

Bihar Caste Census: Patna High Court rejects application for stay on Caste census

Bihar Caste Census: Patna High Court rejects application for stay on Caste census

News Continuous Bureau | Mumbai

Bihar Caste Census: બિહારમાં જાતિ ગણતરી પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. પટના હાઈકોર્ટે ( Patna High Court) જાતિ ગણતરી (Bihar Caste Census) વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી તમામ અરજીઓ ફગાવી દીધી છે. આ મામલે નીતિશ સરકાર (Nitish Government) ને મોટી રાહત મળી છે. રાજ્યમાં હવે જાતિ ગણતરી પર કામ ફરી શરૂ થશે. 4 મેના રોજ, હાઇકોર્ટે, જાતિ ગણતરી વિરુદ્ધ દાખલ અરજીઓની સુનાવણી કરતી વખતે, તેના પર કામચલાઉ સ્ટે મૂક્યો હતો. જો કે હવે નીતીશ સરકારને કોર્ટ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. હાઈકોર્ટે (HC) જાતિ ગણતરી કરાવવાના નીતિશ સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે.

Join Our WhatsApp Community

કોર્ટે લગભગ 100 પાનાનો આદેશ જારી કર્યો

પટના હાઈકોર્ટે ગત મહિને સતત પાંચ દિવસ સુધી જાતિ ગણતરી (Bihar Caste Census) વિરુદ્ધ દાખલ અરજી પર સુનાવણી કરી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે 7 જુલાઈએ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. બધા ઘણા દિવસોથી કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા. મંગળવારે હાઈકોર્ટે લગભગ 100 પાનાનો આદેશ જારી કર્યો હતો. મુખ્ય બાબત એ છે કે કોર્ટે તે તમામ અરજીઓ ફગાવી દીધી છે, જેમાં સ્ટે માંગવામાં આવ્યો હતો, એવી દલીલ કરીને કે વસ્તી ગણતરીનું કામ માત્ર કેન્દ્ર(centre)નું છે રાજ્યનું નથી.

 

આ સમાચાર પણ વાંચો : Nora Fatehi : ફેમસ એક્ટર્સ ને કરો ડેટ…’ નોરા ફતેહીએ જણાવી બોલિવૂડ PR ની સચ્ચાઈ


જાતિ ગણતરી બે તબક્કામાં

ગત વર્ષે નીતીશ સરકારે બિહારમાં જાતિ ગણતરી હાથ ધરવા માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. આ પછી, જાન્યુઆરી 2023 માં તેના પર કામ શરૂ થયું. જાતિ ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવી હતી. પહેલો તબક્કો જાન્યુઆરીમાં અને બીજો એપ્રિલમાં શરૂ થયો હતો. બીજા તબક્કા દરમિયાન, પટના હાઈકોર્ટે જાતિની ગણતરી પર કામચલાઉ સ્ટે આપ્યો હતો. જેના કારણે બિહારમાં આનું કામ અટકી ગયું. તેમજ કોર્ટના આદેશથી ત્યાં સુધી એકત્ર કરાયેલ ડેટા સાચવી રાખવામાં આવ્યો હતો.

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version