Site icon News Continuous Bureau | Mumbai

Bihar Caste Census: બિહારમાં ચાલુ રહેશે જાતિ ગણતરી, પટના હાઈકોર્ટે નીતિશ સરકારના પક્ષમાં આપ્યો નિર્ણય.. જાણો શું છે સમગ્ર મામલો..

Bihar Caste Census: પટના હાઈકોર્ટે જાતિ ગણતરી કરાવવાના નીતિશ સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. તેમજ તેની સામે દાખલ કરાયેલી તમામ અરજીઓ પણ ફગાવી દેવામાં આવી છે.

Bihar Caste Census: Patna High Court rejects application for stay on Caste census

Bihar Caste Census: Patna High Court rejects application for stay on Caste census

News Continuous Bureau | Mumbai

Bihar Caste Census: બિહારમાં જાતિ ગણતરી પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. પટના હાઈકોર્ટે ( Patna High Court) જાતિ ગણતરી (Bihar Caste Census) વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી તમામ અરજીઓ ફગાવી દીધી છે. આ મામલે નીતિશ સરકાર (Nitish Government) ને મોટી રાહત મળી છે. રાજ્યમાં હવે જાતિ ગણતરી પર કામ ફરી શરૂ થશે. 4 મેના રોજ, હાઇકોર્ટે, જાતિ ગણતરી વિરુદ્ધ દાખલ અરજીઓની સુનાવણી કરતી વખતે, તેના પર કામચલાઉ સ્ટે મૂક્યો હતો. જો કે હવે નીતીશ સરકારને કોર્ટ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. હાઈકોર્ટે (HC) જાતિ ગણતરી કરાવવાના નીતિશ સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે.

Join Our WhatsApp Channel

કોર્ટે લગભગ 100 પાનાનો આદેશ જારી કર્યો

પટના હાઈકોર્ટે ગત મહિને સતત પાંચ દિવસ સુધી જાતિ ગણતરી (Bihar Caste Census) વિરુદ્ધ દાખલ અરજી પર સુનાવણી કરી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે 7 જુલાઈએ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. બધા ઘણા દિવસોથી કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા. મંગળવારે હાઈકોર્ટે લગભગ 100 પાનાનો આદેશ જારી કર્યો હતો. મુખ્ય બાબત એ છે કે કોર્ટે તે તમામ અરજીઓ ફગાવી દીધી છે, જેમાં સ્ટે માંગવામાં આવ્યો હતો, એવી દલીલ કરીને કે વસ્તી ગણતરીનું કામ માત્ર કેન્દ્ર(centre)નું છે રાજ્યનું નથી.

 

આ સમાચાર પણ વાંચો : Nora Fatehi : ફેમસ એક્ટર્સ ને કરો ડેટ…’ નોરા ફતેહીએ જણાવી બોલિવૂડ PR ની સચ્ચાઈ


જાતિ ગણતરી બે તબક્કામાં

ગત વર્ષે નીતીશ સરકારે બિહારમાં જાતિ ગણતરી હાથ ધરવા માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. આ પછી, જાન્યુઆરી 2023 માં તેના પર કામ શરૂ થયું. જાતિ ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવી હતી. પહેલો તબક્કો જાન્યુઆરીમાં અને બીજો એપ્રિલમાં શરૂ થયો હતો. બીજા તબક્કા દરમિયાન, પટના હાઈકોર્ટે જાતિની ગણતરી પર કામચલાઉ સ્ટે આપ્યો હતો. જેના કારણે બિહારમાં આનું કામ અટકી ગયું. તેમજ કોર્ટના આદેશથી ત્યાં સુધી એકત્ર કરાયેલ ડેટા સાચવી રાખવામાં આવ્યો હતો.

TMC Plea Disqualification MPs ૨૦ બાગી સાંસદો સામે કાર્યવાહી કેમ નહીં? ટીએમસી પહોંચી સુપ્રીમ કોર્ટ, આવતીકાલે થશે સુનાવણી
Maharashtra PUC fee hike મહારાષ્ટ્રમાં પીયુસી સર્ટિફિકેટ મોંઘું ટુવ્હીલર, થ્રીવ્હીલર અને કારના નવા ટેસ્ટિંગ ચાર્જિસ જાહેર..
Vande Bharat Western Ghats video જન્નત જેવું દ્રશ્ય! પશ્ચિમ ઘાટના ધુમ્મસભર્યા પર્વતોમાંથી પસાર થતી  વંદે ભારત ટ્રેનનો અદભુત વીડિયો વાયરલ, રૂંવાડા ઊભા થઈ જશે
Rahul Gandhi kiss from student પુણેમાં યોજાયેલા યુવા આઉટરીચ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીને સ્ટેજ છોડતી વખતે એક વિદ્યાર્થીગણ તરફથી અણધારી આશ્ચર્યજનક ભેટ મળી
Exit mobile version