ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,5 જાન્યુઆરી 2022
બુધવાર.
બિહારમાં કોરોનાની ત્રીજી લહેરના સપાટામાં મુખ્યમંત્રી નિતિશ કુમારની કેબિનેટ જ આવી ગઈ છે.
બિહારના બંને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર પોઝિટિવ થયા છે અને બીજા બે મંત્રીઓનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
આજે 5 જાન્યુઆરીએ મળનારી કેબિનેટની બેઠક પહેલા તમામ મંત્રીઓનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેના પરિણામ સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો છે.
બિહાર સરકારની કેબિનેટની બેઠક પણ હવે ઓનલાઈન યોજવામાં આવશે. આગળનો આદેશ ના આવે ત્યાં સુધી તમામ બેઠકો વિડિયો કોન્ફરન્સિંગથી થશે.
PM મોદીની સુરક્ષામાં ચૂક પરંતુ CM ચન્નીએ ફોન પણ ન ઉઠાવ્યોઃ ભાજપના આ નેતાએ લગાવ્યો મોટો આરોપ