Site icon

ઉમેદવારી નોંધાવતાની સાથે જ સીપીઆઈ (એમ.એલ.) ના બે ઉમેદવારની પોલીસે  ધરપકડ કરી..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
08 ઓક્ટોબર 2020
બિહારમાં રાજકારણની ગરમી દિવસેને દિવસે વધી રહી છે. પહેલા રાઉન્ડ માટે નામાંકનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આ દરમિયાન અનેક પક્ષોના ઉમેદવારો પોતાનો દાવો રજૂ કરવામાં વ્યસ્ત છે, પરંતુ ભોજપુર જિલ્લામાં એક અનોખી ઘટના પ્રકાશમાં આવી છે. 
ભોજપુર જિલ્લામાંથી સીપીઆઈ (એમ.એલ.) ના ઉમેદવાર નામાંકન ભરવા પહોંચ્યા હતા. જેવા તેઓ ઉમેદવારી પત્રો ભરી બહાર આવતાની સાથે જ પોલીસે તેમની ધરપકડ કરી હતી. તેઓ સમર્થકોના લાવલશ્કર સાથે નામાંકન ભરવા આવ્યાં હતાં.  ત્યારે જાણવા મળ્યું કે બિહાર પોલીસે અજાણ્યા વાહનમાંથી અનેક લોકોની ધરપકડ કરી છે. 


તે જ સમયે, બિહિયાની ઓસાઇ પંચાયતના વડાની પણ જગદીશપુરના શાહપુર વિધાનસભા મત વિસ્તારના અપક્ષ ઉમેદવાર તરીકે બિહિયા પોલીસે ધરપકડ કરી હતી.  પોલીસના જણાવ્યા મુજબ બક્સર કોર્ટમાંથી વોરંટ ઇસ્યુ કરાયું હતું. ઘણા સમયથી આ બંનેની શોધ ચાલી રહી હતી. આમ બિહાર પોલીસે આરોપીઓ ને નામાંકન ભરતાની સાથે જ બે આરોપી રાજકારણીઓ ની ધરપકડ કરી જનતાનો વિશ્વાસ જીતી લીધો હતો..

Join Our WhatsApp Community
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version