Site icon

Cyclone Biporjoy: બિપોરજોય 15 જૂને કચ્છના માંડવી અને પાકિસ્તાથી પસાર થશે, કાઠિયાવાડના દરિયા કિનારાઓ પર એલર્ટ

Biporjoy to cross Kutch's Mandvi and Pakistan on June 15

બિપોરજોય 15 જૂને કચ્છના માંડવી અને પાકિસ્તાથી પસાર થશે, કાઠિયાવાડના દરિયા કિનારાઓ પર એલર્ટ

 News Continuous Bureau | Mumbai

Cyclone Biporjoy: બિપોરજોય વાવાઝોડાની સ્થિતિને લઈને ગાંધીનગરથી હવામાન વિભાગ સતત નજર રાખી રહ્યું છે. જેમાં બિપોરજોય વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે. છેલ્લા 6 કલાક દરમિયાન ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર, કચ્છ અને ત્યાર બાદ પાકિસ્તાનમાં થશે. કચ્છના માંડવીથી વાવાઝોડું કરાંચી તરફ જશે.

150 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે. છેલ્લા 6 કલાકમાં 5 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આ વાવોઝોડું વધી રહ્યું છે. પોરબંદરથી 360 કિમી અને દ્વારકાથી 400 કિમી દૂર છે નલિયાથી 490 કિમીના અંતરે સ્થિત છે. પાકિસ્તાનના કરાંચીથી 660 કિમી દૂર છે. ત્યારે 15 જૂને કચ્છના માંડવી અને પાકિસ્તાનમાં વાવાઝોડું ટકરાશે.

આ સમાચાર પણ વાંચો  : Ahmedabad : અમદાવાદ શહેરમાં જાણો બિપરજોય વાવાઝોડાના કારણે શું થઈ શકે છે અસર

14 જૂનના રોજ બિપોર જોય ઉત્તર અને ઉત્તર પૂર્વમાં આગળ વધશે. જેથી સિધી અસર ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં સર્જાશે. અરબી સમુદ્રના વિસ્તારથી આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. ગઈકાલે મોડી રાત્રે આ વાવાઝોડાની ગતિ વધી હતી.

30 કિમી વધુ નજીક આ વાવાઝોડું વધું ઝડપે નજીક આવ્યું છે. આ વાવાઝોડું વિવિધ વિસ્તારમાં ફેલાયેલું છે તેની અસર દેવભૂમિ દ્વારકા, જામનગર વિસ્તારના દરિયા કાંઠે જોવા મળી રહી છે. વાવાઝોડાના કારણે દરીયાણાં કરંટ પણ જોવા મળતા વધુ તીવ્રતાથી મોજા ઉછળી રહ્યા છે. પવનની ગતિમાં વધારો થતા 4 કિમી સુધીના સિગ્નલ પર સંભવિત અસરગ્રસ્ત દરિકાંઠામાં લગાવવામાં આવી રહ્યા છે.

Exit mobile version