Site icon

ભાજપના આ નેતાનો ઠાકરે સરકાર પર મોટો આરોપ. ગ્રાહકોને લૂંટવા માટે આ કૃત્રિમ વીજ તંગી ઊભી કરવામાં આવી છે..વીજળી નિયમન પંચને કરી આ અપીલ 

Department of Electricity: Electricity rates will be different day and night,

Department of Electricity: Electricity rates will be different day and night,

News Continuous Bureau | Mumbai

 મહારાષ્ટ્ર(Maharashtra)માં હાલમાં કોલસાની અછત સર્જાઈ છે. જેના કારણે વીજળી(Electricity)ની અછત સર્જાઈ શકે છે. તેથી આગામી દિવસમાં લોડ શેડિંગ અંગે નિર્ણય લેવાની જરૂર પડી શકે છે, એવી ચેતવણી ઉર્જા પ્રધાન નીતિન રાઉતે(Nitin Raut) આપી હતી. ત્યારે હવે ભાજપ(BJP)નો આક્ષેપ છે કે સરકારે સામાન્ય ગ્રાહકોના ખિસ્સામાં હાથ નાખી ખાનગી ક્ષેત્રને ફાયદો કરાવવા કોલસાની કૃત્રિમ અછત ઊભી કરીને વીજળીની અછત ઉભી કરવાનું ષડયંત્ર રચ્યું છે. ભાજપના રાજ્યના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યે(Keshav Upadhye) પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે સરકારના આ સ્વાર્થના કારણે સામાન્ય ગ્રાહકો પર લોડશેડિંગની કટોકટી સર્જાઈ છે. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે શિસ્તબદ્ધ રીતે અછત ઊભી કરીને મોંઘવારી દ્વારા નાણાં એકત્ર કરવાનું આ એક ષડયંત્ર છે.

Join Our WhatsApp Community

આગળ તેમણે કહ્યું હતું કે, કોલસાની અછત(Coal crisis)ને કારણે થર્મલ પાવર પ્લાન્ટમાં વીજ ઉત્પાદનમાં ઘટાડો થવા પાછળનું કારણ આગળ મૂકવામાં આવી રહ્યું છે, પરંતુ આ અમાનવીય સરકાર છે. જે માટે ગઠબંધન સરકાર અને મહાનિર્મિત કંપનીનું નીતિવિહીન સંચાલન જવાબદાર છે. જેનો ફટકો ભાવવધારા સ્વરૂપે સામાન્ય ગ્રાહકો પર લાગી રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો લોડ શેડિંગ અને અનિયમિત વીજ પુરવઠાના કારણે પહેલેથી જ પરેશાની ભોગવી રહ્યા છે. અકાળે અને અવિરત વીજ પુરવઠાના કારણે ખેડૂતોને પાણીના અભાવે પાક નિષ્ફળ જવાની ચિંતા છે. રાત્રીના કોઈપણ સમયે અનિયમિત વીજ પુરવઠો ખેડૂત પરિવારોની ઊંઘ હરામ કરી નાખે છે. રાજ્ય સરકાર સભાનપણે મહારાષ્ટ્રમાં વીજ ઉત્પાદન પ્રોજેક્ટના આધુનિકીકરણ તરફ આંખ આડા કાન કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : અરે વાહ શું વાત છે!! ભારતના આ શહેરમાં બની રહ્યું છે ફાર્મા સીટી. ચીનને આપશે ટક્કર. જાણો કઈ રીતે ભારત ચીનને પછાડશે અને આંતરરાષ્ટ્રીય ચિત્ર બદલશે.

કેશવ ઉપાધ્યેએ વધુમાં જણાવ્યું હતું કે માર્ચથી જૂનના અંત સુધી વીજળીની માંગ વધશે તે સ્પષ્ટ હતું, તેમ છતાં સરકારે થર્મલ પાવર પ્રોજેક્ટ્સ માટે પૂરતા કોલસાનો સંગ્રહ કરવામાં જાણી જોઈને ઉપેક્ષા કરી હતી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે કૃત્રિમ અછતની આડમાં ખાનગી ક્ષેત્ર પાસેથી મોંઘી કિંમતે કોલસો ખરીદીને ખાનગી ક્ષેત્રના હિતોનું રક્ષણ કરવાનો પ્રયાસ કરતી સરકારે પરેશાન જનતા પર નવી વીજ કટોકટી લાદી દીધી છે. 

દરમિયાન કેશવ ઉપાદ્યેએ માંગ કરી હતી કે ગ્રાહકોના હિતોને પ્રાધાન્ય આપવા માટે રચાયેલ રાજ્ય વિદ્યુત નિયમન પંચે પોતાની રીતે આ મુદ્દો ઉઠાવવો જોઈએ અને રાજ્ય સરકાર અને વિદ્યુત બોર્ડને અછત અંગે જવાબ આપવા જણાવવું જોઈએ. જ્યારે ફડણવીસ સરકાર દરમિયાન મહારાષ્ટ્રમાંથી લોડ શેડિંગ શબ્દ હટી ગયો હતો, અને અત્યારે  ગઠબંધન સરકારના કાર્યકાળમાં ફરીથી વીજળીની અછત અને લોડશેડિંગ લાદવામાં આવે તે આશ્ચર્યજનક છે પણ આની પાછળનો હેતુ જરાય છૂપો રહેતો નથી. 

આ સમાચાર પણ વાંચો : લ્યો બોલો એક તરફ શિવસેના ભાજપ પર વ્યંગ બાણ ચલાવે છે ત્યારે બીજી તરફ શિવસેનાના સાંસદે ભાજપના વિદેશ મંત્રીના વખાણ કર્યા.

તેમણે સરકારને ખાનગી ક્ષેત્રના હિતોની રક્ષા માટે સામાન્ય ઉપભોક્તાઓનો ભોગ ન લેવાય તેવી પણ અપીલ કરી હતી. જ્યારે પડોશી રાજ્યોમાં વધારાની વીજળી ઉત્પન્ન થઈ રહી છે, ત્યારે મહારાષ્ટ્ર વીજળીની અછતનો સામનો કરી રહ્યું છે. આ કઈ જાતની ગોબાચારી છે તેવો સવાલ પણ કેશવ ઉપાદ્યેએ કરેલ છે. સાથે તેમણે સરકાર પાસે સરકારી કચેરીઓના વીજ બિલોની બાકી રકમ પણ જાહેર કરવાની માંગણી કરી હતી.

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version