ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021
બુધવાર
ભાજપના નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાની સુરક્ષામાં વધારો કરાયો છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF)ના ૪૦ જવાનોનું તેમને સંરક્ષણ મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. વાશિમમાં તેમના ઉપર થયેલા હુમલા બાદ તેમને જાનથી મારવાની ધમકીઓ મળવા લાગી છે. આ વાતને આધારે તેમને Z દરજ્જાની સુરક્ષા આપવામાં આવી છે.
આ પહેલાં સોમૈયાને Y દરજ્જાની સુરક્ષા અપાતી હતી. સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ CISFના જવાનોનો મહિનાનો ખર્ચ ૬૦ લાખ જેટલો છે.
ઉલ્લેખનીય છે કે સોમૈયાએ હાલમાં ઉદ્ધવ ઠાકરેની ઇલેવન સેનાના ગોટાળાને દિવાળી સુધીમાં ઉજાગર કરી દેખાડવાનો દાવો કર્યો છે અને આ બધાની બેહિસાબી સંપત્તિ બાબતે પ્રશ્નો કર્યા છે. ઠાકરે અને તેની ઇલેવન સેના વિરુદ્ધ ટીકાઓ કરી છે.
