ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑગસ્ટ, 2021
શુક્રવાર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે વિવાદાસ્પદ નિવેદન પ્રકરણમાં કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રકરણમાં હવે શિવસેના-ભાજપ સામસામે થઈ ગઈ છે. ભાજપે હવે શિવસેનાના મુખપત્ર ‘સામના’માં 25 ઑગસ્ટના તંત્રીલેખમાં નારાયણ રાણેની નીચલા દરજ્જાના શબ્દોમાં ટીકા કરવામાં આવી હોવાનો આરોપ કર્યો છે.
આ આરોપ હેઠળ તેમણે ‘સામના’નાં તંત્રી રશ્મિ ઠાકરે વિરુદ્ધમાં નાશિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. ફરિયાદીના કહેવા મુજબ અત્યંત હલકા શબ્દોમાં કેન્દ્રીય પ્રધાનની ટીકા કરવામાં આવી છે. જે અત્યંત અશોભનીય અને બદનામી કરનારા શબ્દો વાપરવામાં આવ્યા છે.
