Site icon

કિરીટ સોમૈયાએ હસન મુશ્રીફનો વારો કાઢ્યો, સેંકડો કરોડોની બેનામી સંપત્તિની વિગત જાહેર કરી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

ભાજપના ભૂતપૂર્વ સાંસદ મહાવિકાસ આઘાડી સરકારના મંત્રીઓનાં એક પછી એક કૌભાંડો બહાર પાડી રહ્યાં છે. હવે તેઓએ રાજ્યના ગ્રામ વિકાસ મંત્રી હસન મુશ્રીફ પર ભ્રષ્ટાચારનો આરોપ કરતાં ફરી એક વખત મહાવિકાસ આઘાડી સરકારમાં ખળભળાટ મચી ગયો છે.

હસન મુશ્રીફ પર કિરીટ સોમૈયાએ મની લૉન્ડરિંગ અને બેનામી સંપત્તિ ભેગી કરવાનો આરોપ મૂક્યો છે.  લગભગ 127 કરોડ રૂપિયાનું આ કૌભાંડ હોવાનો આરોપ થયો છે. હસન મુશ્રીફનાં પત્ની સાહિરા તથા તેમના પુત્ર સામે પણ આરોપ કરવામાં આવ્યા છે. હસન મુશ્રીફ અને તેમના પરિવારે મની લૉન્ડરિંગ અને હવાલા ટ્રાન્ઝેક્શન તથા બનાવટી કંપનીઓ ઊભી કરીને 127 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનો આરોપ સોમૈયાએ કર્યો છે. આ પૂરા કૌભાંડના પુરાવા ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટને આપવામાં આવ્યા હોવાનું સોમૈયાએ કહ્યું હતું. આ પુરાવા લગભગ 2,700 પાનાં ભરીને છે.

કોંગ્રેસને મોટો ઝટકો : આ દિગ્ગજ નેતા નો પુત્ર ભાજપમાં જોડાયો

સોમૈયાના આરોપને જોકે હસન મુશ્રીફે ફગાવી દીધા હતા. પોતાની સામે લગાવવામાં આવેલા આરોપ બિનપાયાના છે, એમાં કોઈ તથ્ય નથી એવી સ્પષ્ટતા તેમણે આપી હતી. તેમ જ  આધારહીન આરોપ લગાડનારા સોમૈયાએ તેમની ઇમેજ ખરાબ કરી છે. એથી સોમૈયા વિરુદ્ધ કોર્ટમાં 100 કરોડ રૂપિયાની માનહાનિનો દાવો કરશે એવી જાહેરાત પણ તેમણે કરી હતી.

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version