Site icon

બદનક્ષીના બે કેસમાં ભાજપના આ નેતાને શિવડી કોર્ટે આપ્યા જામીનઃ જામીન આપતા સમયે કોર્ટે રાખી આ આકરી શરતો; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 5 ઓક્ટોબર,  2021

Join Our WhatsApp Community

મંગળવાર.

બદનક્ષીના બે કેસમાં ભાજપના નેતા કિરીટ સોમૈયા આજે શિવડીમાં મેજિસ્ટ્રેટમાં હાજર થયા હતા. પોતે દોષી ન હોવાની રજૂઆત  સોમૈયાએ કોર્ટમાં કરી હતી. પ્રત્યેક કેસમાં કોર્ટે તેમને 15,000ના રૂપિયાના અંગત જામીન પર છોડયા હતા. આવો ગુનો ફરી ન કરવાની આકરી શરત સાથે  આ જામીન  આપવામાં આવ્યા હતા. શરતોનું ઉલ્લંઘન કર્યું તો જામીન રદ કરવામાં આવશે એવું કોર્ટે તેમને ચોખ્ખા શબ્દોમાં સંભળાવ્યું હતું.

ચૂંટણી પરિણામ: 10 વર્ષ બાદ ગાંધીનગર મહાપાલિકામાં ભાજપની ઐતિહાસિક જીત,કોંગ્રેસ-આપનું પત્તું કપાયું 

સોશિયલ વર્કર પ્રવીણ કાલમે અને ગૃહનિર્માણ પ્રધાન જીતેન્દ્ર આવ્હાડના વિરુદ્ધમાં કિરીટ સોમૈયાએ કથિત રીતે બદનામી કરનારી ટ્વિટર પોસ્ટ અને અહેવાલ આપ્યા હતા. એવી ફરિયાદ પ્રવીણ કાલમે અને અર્થ એનજીઓ દ્વારા કરવામાં આવી હતી  અને તેમના વિરુદ્ધ બદનક્ષીનો કેસ કર્યો હતો.  કાલમેના દાવા મુજબ પોતે જીતેન્દ્ર આવ્હાડના ખાસ માણસ હોવાનું તથા તેમના ગેરકાયદે કામ કાલમે કરતા હોવાના ખોટા આરોપ સોમૈયાએ કર્યા હતા. આ આરોપ બિનપાયાના હોવાનો દાવો પણ કાલમેએ કર્યો હતો.

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version