Site icon News Continuous Bureau | Mumbai

BJPના નેતા ભૂલ્યા ભાન : જન આશીર્વાદ યાત્રામાં ભાજપના રંગમાં ઘોડાને ચીતરવો પડ્યો ભારે, થઈ આ કાર્યવાહી; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઑગસ્ટ, 2021
શનિવાર
જનાધાર વધારવાના હેતુથી ભાજપના અનેક પ્રધાનો પોતપોતાનાં રાજ્યોમાં જન આશીર્વાદ યાત્રાઓ કાઢી રહ્યા છે, પરંતુ હવે આ યાત્રાઓ વિવાદમાં ઘેરાયેલી નજરે પડી રહી છે. મધ્ય પ્રદેશના ઇન્દોર જિલ્લામાં કેન્દ્રીય  પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાની જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરાયું હતું. એ યાત્રામાં એક ઘોડો પણ ભાજપના રંગથી રંગાયેલો જોવા મળ્યો હતો. હકીકતમાં ઇન્દોરના ભૂતપૂર્વ કૉર્પોરેટર અને ઇન્દોર શહેર ભાજપના નેતા રામદાસ ગર્ગે સિંધિયાની જન આશીર્વાદ યાત્રા માટે ઘોડાને ભાડેથી લીધો હતો અને એને ભગવા રંગથી રંગી નાખ્યો હતો. આ ઘોડાને આગળની તરફ કેસરી અને પાછળની તરફ લીલા રંગે રંગવામાં આવ્યો હતો. વચ્ચેના ભાગે ભાજપનું ચૂંટણી ચિહ્ન કમળ ચીતરવામાં આવ્યું હતું.

ભાજપના નેતા કિરીટ સોમૈયા ની ગાડી પર હુમલો, પોલીસે કરવો પડ્યો લાઠીચાર્જ. જુઓ વિડિયો, જાણો વિગત 

Join Our WhatsApp Channel

સિંધિયાની જન આશીર્વાદ યાત્રા વખતે કાર્યકરોમાં એ ઘોડો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, પરંતુ ભાજપના રંગથી રંગાયેલા ઘોડાના કારણે આયોજકો વિવાદમાં ઘેરાયા છે. ઘોડાને ભગવા રંગથી રંગવામાં આવતા કેટલાક લોકોએ આપત્તિ વ્યક્ત કરી હતી અને જ્યોતિરાદિત્ય સિંધિયાની જન આશીર્વાદ યાત્રાના સંચાલકો વિરુદ્ધ ઇન્દોરના સંયોગિતાગંજ પોલીસ સ્ટેશનમાં આયોજકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પ્રચારના હેતુથી ગેરકાયદે રીતે પ્રાણીઓનો ઉપયોગ કરવા બદલ પીપલ ફોર ઍનિમલ નામની સંસ્થાએ ફરિયાદ દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે આ સંસ્થાનાં સ્થાપક, ભાજપનાં જ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપનાં સાંસદ મેનકા ગાંધી છે. આ સંગઠનના સ્થાનિક કાર્યકરોએ પોલીસમાં ફરિયાદ દાખલ કરવાની સાથોસાથ આ મુદ્દે ચૂંટણી પંચમાં રજૂઆત કરવાની તજવીજ પણ શરૂ કરી હતી.

 

Bhiwandi Online Betting Racket Busted ભિવંડીમાં ઓનલાઇન સટ્ટાબાજીના મસમોટા રેકેટનો પર્દાફાશ ભોઇવાડા પોલીસે ૧૦ આરોપીઓને દબોચ્યા, ૩૨ મોબાઇલ અને ૪૬ એટીએમ કાર્ડ જપ્ત!
Navi Mumbai Flamingos Early Arrival કચ્છમાં ઓછા વરસાદથી નવી મુંબઈમાં ફ્લેમિંગોનું વહેલું આગમન પ્રદૂષિત વેટલેન્ડ્સને લીધે પક્ષીપ્રેમીઓમાં ચિંતા!
Maharashtra Unified Electricity Billing System મુંબઈગરાઓ માટે લાઈટ બિલ ભરવું હવે બન્યું સુપર ઇઝી! અલગઅલગ ચક્કરોમાંથી મળી મુક્તિ જાણો નવી સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ કેવી રીતે કામ કરશે?
Maharashtra Weather Yellow Alert મુંબઈ, થાણે અને પાલઘરમાં અસહ્ય ઉકળાટ અને ગરમીનું સંકટ હવામાન વિભાગે જારી કર્યું યલો એલર્ટ!
Exit mobile version