Site icon News Continuous Bureau | Mumbai

મારા એક મતથી વી પી સિંહ ની સરકાર પડી ગઈ હતી. મને ભડકાવો નહીં. ભાજપના આ સાંસદે આપી ગંભીર ચેતવણી. 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Channel

ગુરુવાર

સોશિયલ મીડિયા પર ભાજપના નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગા અને ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી વચ્ચે  વાક યુદ્ધ ચાલુ છે. 

બંને નેતાઓ વચ્ચે શરૂ થયેલ શબ્દોનું યુદ્ધ સરકારને ઉથલાવવા સુધી પહોંચી ગયું છે. 

આ વાર પલટવાર વચ્ચે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે મેં વીપી સિંહની સરકાર પણ ઉથલાવી અને રાજીવ ગાંધીના ટેકાથી ચંદ્રશેખરની સરકાર બનાવી. પછી મેં ભાજપ વિરુદ્ધ PVNR સરકારને મદદ કરી. મને ભડકાવો નહીં RSS અને VHP ના આશીર્વાદથી હું ભાજપમાં જોડાયો છું.  

આના જવાબમાં બગ્ગાએ સ્વામી વિરુદ્ધ ટ્વિટમાં કેટલીક વાંધાજનક વાતો પણ કહી હતી. બગ્ગાએ કહ્યું કે આ ધમકીઓ બીજા કોઈને આપો. આ મોદી છે, તમારા જેવા 3600 ખતમ કરવા આવ્યા અને ગયા.

ઉલ્લેખનીય છે કે બંનેએ ટ્વિટર પર એકબીજા પર ઘણા આરોપો લગાવ્યા છે. જોકે અત્યાર સુધી પાર્ટીએ બંને વચ્ચે સીધી રીતે કોઈ સ્ટેન્ડ લીધું નથી.

શૉકિંગ! દિનદહાડે બોરીવલીમાં પાલિકાના અધિકારી પર ફાયરિંગ; જાણો વિગત

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version