Site icon News Continuous Bureau | Mumbai

કોંગ્રેસી ધારાસભ્યોને 25 કરોડમાં ભાજપા ખરીદી રહી છે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનો આરોપ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

11 જુન 2020

 રાજ્ય સભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાત અને રાજસ્થાન નું રાજકારણ ગરમાંવા લાગ્યું છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનામાં આઠ કોંગ્રેસી ધારાસભ્યો પક્ષાંતર કરી ભાજપમાં જોડાઈ ગયા છે આને પગલે હવે રાજસ્થાન સરકારને પણ પોતાના ધારાસભ્યો છોડી જશે એવી ભીતિ સતાવી રહી છે ..

રાજસ્થાન કોંગ્રેસે પોતાના તમામ ધારાસભ્યોને જયપુરના એક રિસોર્ટમાં બંધ કર્યા છે. જ્યાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આમદારો સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ અશોક ગેહલોતે ભાજપ પર, 25 કરોડ રૂપિયાની લાલચ આપી ધારાસભ્યો ખરીદી રહી  હોવાનો આરોપ લગાવ્યો છે.  તેમણે કહ્યું કે ભાજપ હોર્સ ટ્રેડિંગ કરી સત્તા સુખ ભોગવવા માંગે છે, પરંતુ તે રાજસ્થાનમાં ફાવશે નહીં.

 કોંગ્રેસનો આ ડર ખોટો પણ નથી. કારણકે હજુ થોડા સમય પહેલાં જ મધ્ય પ્રદેશના દિગ્ગજ કોંગ્રેસી જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાયા, ત્યારે પણ મધ્ય પ્રદેશના ઘણા ધારાસભ્યો રાજીનામા આપી ભાજપમાં જોડાઈ ગયા હતા….

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version