Site icon

દેવેન્દ્ર ફડણવીસે નવો ચીલો ચાતર્યો : જન્મદિવસ ન ઊજવતાં આત્મહત્યા કરનાર યુવકના પરિવારની લોન ચૂકવી નાખી; જાણો વિગતે

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

ભારતીય જનતા પાર્ટીએ ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરનાર સ્વપ્નીલ લોનકરના પરિવારને મોટી રાહત આપી છે, હકીકતમાં સ્વપ્નીલ લોનકર નામના 24 વર્ષીય યુવકે MPSCની પરીક્ષા પાસ થવા છતાં નોકરી મેળવવામાં નિષ્ફળ જતાં આત્મહત્યા કરી હતી. આ કેસ બાદ, MPSCના વિદ્યાર્થીઓનો પ્રશ્ન રાજ્ય સરકારના ધ્યાનમાં લેવામાં આવ્યો હતો. વળી આત્મહત્યા કરતાં પહેલાં સ્વપ્નીલે પોતાની વ્યથા પત્રમાં લખી હતી અને તે દેવામાં હોવાનું બહાર આવ્યું હતું. હવે ભાજપે સ્વપ્નીલ લોનકરના પરિવાર પરના દેવાના બોજને હળવો કરી દીધો છે. ભાજપે લોનકર પરિવારને 19.96 લાખ રૂપિયાનો ચેક આપ્યો છે.

વિધાનસભામાં વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા નાના કાર્યક્રમમાં વિધાનસભાના વિપક્ષી નેતા પ્રવીણ દરેકર દ્વારા સ્વપ્નીલના પિતા સુનીલ તાત્યાબા લોનકરને એક ચેક આપ્યો હતો. લોનકર શિવશંકર રૂરલ નૉન-ઍગ્રિકલ્ચરલ ક્રેડિટ સોસાયટી લિમિટેડના ઋણી હતા. લોનકર પરિવારે એવી આશાએ  લોન લીધી હતી કે તેમનો દીકરો થોડા સમયમાં નોકરી મેળવીને લોન પરત આપી દેશે. દુર્ભાગ્યવશ એમ થયું ન હતું અને સ્વપ્નીલે હતાશ થઈ આઘાતજનક પગલું ભર્યું હતું. લોનકર પરિવારની દુર્દશાને સમજ્યા પછી, ભાજપે તેઓને તાત્કાલિક મદદ કરવાનું નક્કી કર્યું. તદનુસાર, આજે પાર્ટીએ ક્રેડિટ યુનિયનની લોન ચૂકવવા માટે લોનકર પરિવારને જરૂરી રકમ આપી હતી.

આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે તેઓ સ્વપનીલની ખોટ પૂરી કરી શકશે નહીં. જોકે ભારતીય જનતા પાર્ટી તરફથી આ એક નાનો પ્રયાસ હતો. ભારતીય જનતા પાર્ટી ભવિષ્યમાં પણ સ્વપ્નીલના પરિવારની પાછળ મજબૂત રીતે ઊભી રહેશે. આ પ્રસંગે વિધાન પરિષદના વિપક્ષી નેતાઓ પ્રવીણ દરેકર, ગિરીશ મહાજન, ગોપીચંદ પાડલકર, મંગેશ ચવ્હાણ અને અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રથમ ગ્રાસે મક્ષિકા! CET રજિસ્ટ્રેશનની વેબસાઇટ પહેલા જ દિવસે બંધ પડી ગઈ; વિદ્યાર્થીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, જાણો વિગત

શું છે સમગ્ર મામલો?

સ્વપ્નીલ લોનકરે વર્ષ 2019 ની પ્રિલીમ અને MPSCની મુખ્ય પરીક્ષા પાસ કરી હતી. જોકે પાસ થયાના દોઢ વર્ષ પછી પણ તેને નોકરી મળી ન હતી. એ પછી 2020 માં પણ તેણે MPSC ની પરીક્ષા આપી હતી. તેણે પ્રિલીમ પરીક્ષા પાસ કરી. જોકે કોરોનાને કારણે, મુખ્ય પરીક્ષા યોજાઈ ન હતી. આ બધું ક્યારે થશે અને ક્યારે નોકરી મળશે? આ તણાવને કારણે સ્વપ્નીલે ગત 29મી જૂને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેણે એક સુસાઇડ નોટમાં MPSCની જાળમાં ન આવવાની અપીલ પણ કરી હતી.

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version