વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ભાજપ તરફથી વધુ એક ઝટકો મળ્યો છે.
ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતાની પુત્રી માટે માગેલી ટિકિટને ભા.જ.પ.ના મોવડીઓએ ફગાવી દીધી
ધારાસભ્ય મધુભાઇ શ્રીવાસ્તવે પોતાની પુત્રી નિલમ માટે જિલ્લા પંચાયતની ગોરજ બેઠક માટે દાવો રજુ કર્યો હતો.
નોંધનીય છે કે ગુજરાત ભાજપે હાલમાં જ જાહેરાત કરી હતી કે પાર્ટીના નેતાઓના સંબંધીઓને ટિકિટ નહીં આપવામાં આવે.