આગામી વર્ષે પંજાબમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ મોટી જાહેરાત કરી છે.
ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી બીએલ. સંતોષે કહ્યું છે કે, પાર્ટી આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની તમામ 117 બેઠકો પર ચૂંટણી લડશે અને રાજ્યમાં સરકાર બનાવશે.
બી.એલ. સંતોષ અહીં ભાજપના રાજ્ય એકમની ચૂંટણી વ્યૂહરચના બેઠકમાં ભાગ લેવા આવ્યા ત્યારે આ જાહેરાત કરી હતી.
ભાજપે અગાઉ પંજાબમાં અકાલી દળ સાથે ચૂંટણી લડી હતી, પરંતુ રાજ્યમાં કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધને ધ્યાનમાં રાખીને અકાલી દળે તેનો સાથ છોડી દીધો છે.
