News Continuous Bureau | Mumbai
2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના મતદાનમાં સ્પષ્ટ છે કે રાજ્યમાં ફરીથી ભાજપની સરકાર બનવા જઈ રહી છે.
આ સાથે જ રાજ્યની રાજધાની લખનઉની વિધાનસભા સીટ મોહનલાલગંજ પર ભાજપે નવો ઈતિહાસ રચ્યો છે.
આઝાદી બાદ પહેલીવાર અહીં ભાજપની જીત થઈ છે. ભાજપ માટે આ બેઠક યુપીની સૌથી મુશ્કેલ બેઠકોમાંથી એક હતી.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ભાજપ અહીં એકપણ ચૂંટણીમાં જીત નોંધાવી શક્યું નથી. ભાજપે અમરીશ કુમાર પર જે વિશ્વાસ મૂક્યો હતો તેના પર તેઓ સાચા પડ્યા છે.
આ સમાચાર પણ વાંચો : પાંચેય રાજ્યમાં કોંગ્રેસનો કારમો પરાજય, ચૂંટણી પરિણામ પર રાહુલ ગાંધીની આવી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?
