News Continuous Bureau | Mumbai
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરના સલાથિયા ચોકમાં શંકાસ્પદ વિસ્ફોટ થયો છે.
બ્લાસ્ટ બાદ અફરા-તફરીનો માહોલ સર્જાયો છે, પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
આ વિસ્ફોટ અંગે મળેલ પ્રાથમિક વિગતોનુસાર એક વ્યક્તિનુ મૃત્યુ થયુ છે તો 10થી વધુ લોકો ઘાયલ થયા છે.
ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
હાલમાં આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે કે આખરે આ બ્લાસ્ટ કેવો છે?
આ બ્લાસ્ટની તપાસ પણ આતંકવાદી એંગલથી જ કરવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો પેનડ્રાઈવ બોમ્બ કરશે ધમાકો? શું ઠાકરે સરકાર ભાજપના નેતાઓ વિરુદ્ધ ષડયંત્ર રચી રહી છે? જાણો વિગતે