ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 જાન્યુઆરી 2022
મંગળવાર
ઉત્તર મુંબઈના ભાજપના નેતા પ્રવીણ દરેકર મુંબઈ બેન્કની ચૂંટણી જીત્યા પછી અપાત્ર ઠર્યા છે.
તેમણે મજૂર વર્ગ થી ચૂંટણી લડી હતી
મહારાષ્ટ્ર સરકારના સહકાર વિભાગે આદેશ જાહેર કર્યો છે કે મહિને અઢી લાખનો પગાર મેળવનાર વ્યક્તિ મજુર શ્રેણીમાંથી ચૂંટણી લડી શકે નહીં અને તેમને ચૂંટણી રદ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પ્રવીણ દરેકરની આગેવાની હેઠળની સહકારી મંડળીએ મુંબઈ બેંકની ચૂંટણીમાં તમામ 21 બેઠકો જીતી હતી.
