ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
21 જુલાઈ 2020
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચીનથી કોરોના માટે મેડિકલ સપ્લાયની ખરીદીને લઈને ભાજપ હવે આક્રમક થઇ રહ્યું છે. ભાજપના નેતાએ માંગ કરી છે કે "મનપા સામે, ચીની કંપનીઓ પાસેથી તબીબી સાધનો ખરીદવા બદલ દેશદ્રોહનો કેસ દાખલ કરવો જોઇએ." ભાજપનો આરોપ છે કે "મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને કૌભાંડો કરવા માટે ચીની કંપનીઓ સાથે હાથ મિલાવ્યા હતા."
નોંધનીય છે કે ગાલવાન ખીણમાં ભારત-ચીન સંઘર્ષને કારણે બંને દેશો વચ્ચે ભારે તણાવ છે. ગાલવાન ખીણમાં ચીની સૈનિકો સાથેની અથડામણમાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા. પરિણામે, દેશભરમાં ક્રોધ વ્યાપ્યો છે. આ ઘટના બાદ, કેન્દ્ર સરકારે ચીની કંપનીઓ પર પ્રતિબંધ મુક્યા છે, અનેક સરકારી પ્રોજેક્ટ્સમાં ચીની કંપનીઓના કરાર રદ કર્યા છે. કેન્દ્રએ ટિકટોક સહિત 59 ચીની મોબાઇલ એપ્લિકેશનો પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.
આવા સમયે મુંબઈ મહાનગરપાલિકાએ ચીની કંપનીઓ પાસેથી તબીબી સામાન ખરીદ્યો છે જેની કિંમત આશરે 4 કરોડ રૂપિયા છે. જ્યારે ભારતીય કંપનીઓ આ તબીબી ઉપકરણોનું નિર્માણ કરી જ રહી છે. ત્યારે ભાજપે સવાલ ઉઠાવ્યો કે "શું કામ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને આ તબીબી ઉપકરણો ચીન પાસેથી ખરીદ્યા છે??" જોકે, શિવસેનાએ આ અંગે હજી કોઈ ટિપ્પણી કરી નથી.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com