Site icon News Continuous Bureau | Mumbai

મનપાની ચાબુક: કોરોના રિપોર્ટ સમયસર ન આપનાર બે ખાનગી લેબ પર ટુંક સમય માટે પ્રતિબંધ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

13 જુન 2020 

મુંબઈ મહાનગરપાલિકાએ કોરોના વાયરસ ના ટેસ્ટ રિપોર્ટ સમયસર ન આપનારી મુંબઈની બે મોટી ખાનગી લેબોરેટરી પર અમુક સમય માટે પ્રતિબંધ લગાવ્યો છે. જેમાં એક, ચેન ધરાવતી જાણીતી લેબ ને ચાર અઠવાડિયા માટે અને બીજી એક લેબ પર એક સપ્તાહનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ બંને ખાનગી લેબોરેટરી પર કોરોના રિપોર્ટ જલ્દીથી સમયસર ન આપવાનો આરોપ લાગ્યો છે. કારણ કે ફાટી નીકળેલા રોગચાળા વચ્ચે જો લેબ કોરોના રીપોર્ટ પોઝીટીવ છે કે નેગેટિવ એ જણાવવામાં આટલો વિલંબ કરે તો દર્દીઓની સારવારમાં મોડું થતાં જીવ ગુમાવવાનો વારો આવી શકે છે.

આમ પણ મુંબઈ કોરોનાના એક લાખ કેસ પાર કરી ચૂક્યું છે. આવી સ્થિતિમાં મનપા અને મહા. સરકાર યુદ્ધના ધોરણે વાયરસના પ્રસારને રોકવા માટે પગલાં લઈ રહી છે. નોંધનીય છે કે મુંબઈમાં હાલ 25 જેટલી ખાનગી લેબોરેટરી દ્વારા કોરોના ના ટેસ્ટ કરવામાં આવે છે. આ લેબ એ કોરોના વાયરસના સેમ્પલ લીધા બાદ બીજા દિવસે અથવા તો 48 કલાકમાં રિપોર્ટ આપવાના હોય છે. લેબની કાર્યવાહી પર નજર રાખવા બીએમસી દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવતું હોય છે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં દરરોજ 10 હજાર લોકોની કોરોના ટેસ્ટ કરવાની ક્ષમતા છે અને એક ટેસ્ટનાં 4 થી 4500 હજાર રૂપિયા ચાર્જ કરવામાં આવી રહ્યાં છે….

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version