ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ
તા – 02-08-21, સોમવાર
મહારાષ્ટ્ર સરકારે 'break the chin' હેઠળ નવી નિયમાવલી જાહેર કરી છે. આ નવી નિયમાવલી માં 11 જિલ્લાઓને બાદ કરતા મહારાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વેપારીઓને રાહત આપી છે. પરંતુ મુંબઈ શહેર, મુંબઈ ઉપનગર અને થાણે જિલ્લા સંદર્ભે આ આદેશના અમલ માટે અધિકાર સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ને આપી દેવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો મહારાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓમાં રાહત આપવામાં આવી છે પરંતુ મુંબઈ શહેરમાં કેટલી રાહત આપવી? તેમ જ રાહત આપવી કે નહીં તે સંદર્ભેના અધિકાર મુંબઈ મહાનગરપાલિકા ને આપી દીધા છે. હવે મુંબઈ મહાનગરપાલિકા પોતાનો અલગ આદેશ બહાર પાડશે અથવા રાજ્ય સરકારના આદેશને અનુસરીને કોઈ જાહેરાત કરશે.
બીએમસી ના આદેશ પછી મુંબઈના દુકાનદારોને પ્રત્યક્ષ રીતે રાહત મળશે કે નહીં તે નક્કી થશે.
