Site icon News Continuous Bureau | Mumbai

કોંગ્રેસ-શિવસેના વચ્ચેના મતભેદ ફરી સામે આવ્યા-કોંગ્રેસના  નેતાએ BMCની વોર્ડની પુર્નરચનાને લઈને કર્યા આરોપ-સીધો લખ્યો મુખ્ય પ્રધાનને પત્ર અને કરી આ માંગણી

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસ(Congress) અને શિવસેના(Shivsena) વચ્ચે મતભેદ હોવાનું ફરી એક વખત સામે આવ્યું છે. કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ સાંસદ મિલિન્દ દેવરાએ(Former MP Milind Deora) મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન(Maharashtra CM) એકનાથ શિંદે(Eknath Shinde) પત્ર લખ્યો છે, તેમા તેમણે મુંબઈ મહાનગરપાલિકાની વોર્ડની(BMC Ward) પુર્નરચના અને આરક્ષણને લઈને બહાર પાડવામાં આવેલી લોટરીને રદ કરવાની માંગણી કરી છે.

Join Our WhatsApp Channel

મિલિંદ દેવરાએ પોતાના પત્રમાં લખ્યું છે કે તત્કાલીન રાજ્ય સરકારે(State Government) મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની પુર્નરચના કરી હતી. ફેબ્રુઆરી 2022માં કરવામાં આવેલી પુર્નરચના સામે 800થી વધુ રાજકીય અને બિનરાજકીય લોકોના વિરોધ નોંધાયા હતા. તેની રાજ્ય સરકારે કોઈ નોંધ લીધી નહોતી.

આ સમાચાર પણ વાંચો :  શિવસેનાની મુશ્કેલીમાં વધારો-મુંબઈમાં મહત્વનો ગઢ ગણાતા આ વિસ્તારના ધારાસભ્ય અને કાર્યકર્તાઓના પદ પરથી આપ્યા રાજીનામા

મિલિન્દ દેવરાએ પોતાના પત્રમાં એવો પણ આરોપ કર્યો છે કે એક પક્ષને ફાયદો થાય તે મુજબ વોર્ડની નવેસરથી રચના કરવામાં આવી છે અને તે મુજબ આરક્ષણની લોટરી(Reservation Lottery) કાઢવામાં આવી છે. 2017માં કોંગ્રેસે જીતેલી પાલિકાની 30 જગ્યામાંથી 20 જગ્યાની ફેરરચના જાણીજોઈને અને ખોટી પદ્ધતીએ કરવામાં આવી છે. તેથી કોંગ્રેસને મોટું નુકસાન થયું છે.

આરક્ષણની લોટરીમાં પણ અનેક ખોટી રીતે આરક્ષણ કરવામાં આવ્યા છે. વોર્ડની રચના પણ 227માંથી 236 કરવા પહેલા જનગણના કરવી જોઈતી હતી. તેને બદલે 2011ની જનગણનાને અમલમાં મૂકવામાં આવી હતી, જે ખોટી પદ્ધતિ કહેવાય. તેથી આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને વોર્ડની પુનરચના અને આરક્ષણને રદ કરો એવી માગણી મિલિન્દ દેવરાએ કરી છે.

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version