Site icon

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને રાહત.. હાઈકોર્ટે સીબીઆઈની અરજી ફગાવી, હવે આ તારીખે આવશે જેલની બહાર

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને મોટી રાહત મળી છે. સીબીઆઈએ અનિલ દેશમુખના જામીન સસ્પેન્ડ કરવા અંગે હાઈકોર્ટમાં અરજી કરી હતી. સીબીઆઈની આ અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી છે. આથી અનિલ દેશમુખનો જેલમાંથી બહાર નીકળવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

Bombay HC refuses CBI plea to stay bail for Anil Deshmukh

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને રાહત.. હાઈકોર્ટે સીબીઆઈની અરજી ફગાવી, હવે આ તારીખે આવશે જેલની બહાર

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને ( Anil Deshmukh ) મોટી રાહત મળી છે. સીબીઆઈએ અનિલ દેશમુખના જામીન સસ્પેન્ડ કરવા અંગે હાઈકોર્ટમાં ( Bombay HC  ) અરજી કરી હતી. સીબીઆઈની ( CBI ) આ અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી છે. આથી અનિલ દેશમુખનો જેલમાંથી બહાર નીકળવાનો રસ્તો સાફ થઈ ગયો છે. તેઓને આખરે 1 વર્ષ 1 મહિનો અને 26 દિવસ પછી મુક્ત ( bail  ) કરવામાં આવશે.

Join Our WhatsApp Community

આ દિવસે આવશે જેલની બહાર

પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના જામીનનો રસ્તો સાફ થઈ ગયો છે. હાઈકોર્ટે જામીન પર સ્ટે લંબાવવાની સીબીઆઈની અરજીને ફગાવી દીધી છે. બોમ્બે હાઈકોર્ટે ફરી એકવાર સીબીઆઈને સમયમર્યાદા વધારવાનો ઈન્કાર કરી દીધો છે. થોડા દિવસો પહેલા બોમ્બે હાઈકોર્ટે અનિલ દેશમુખને જામીન આપ્યા હતા. પરંતુ, સીબીઆઈની માંગ બાદ દેશમુખના જામીન પર 10 દિવસ માટે રોક લગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ સીબીઆઈએ કોર્ટને દેશમુખની જામીન અરજી પર રોક લગાવવા વિનંતી કરી હતી. સીબીઆઈની વિનંતી બાદ કોર્ટે દેશમુખના જામીન પર રોક લગાવી દીધી હતી. જેથી અનિલ દેશમુખને જામીન મળવા છતાં જેલમાં રહેવું પડ્યું હતું. આખરે આજે હાઈકોર્ટે જામીન પર સ્ટે લંબાવવાની સીબીઆઈની માગણી ફગાવી દેતાં અનિલ દેશમુખની મુક્તિનો માર્ગ મોકળો થઈ ગયો છે. દરમિયાન પૂર્વ ગૃહમંત્રી અને એનસીપી નેતા અનિલ દેશમુખને આવતીકાલે આર્થર રોડ જેલમાંથી મુક્ત કરવામાં આવે તેવી શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી.. કોલ્ડવેવની આગાહી, અહીં છે સૌથી ઓછું 4.2 ડિગ્રી તાપમાન

સીબીઆઈએ આ કેસમાં કાર્યવાહી કરી હતી

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે રાજ્યના તત્કાલીન ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર દર મહિને રૂ. 100 કરોડની વસૂલાતનો આદેશ આપવાનો આરોપ મૂક્યો હતો. ત્યારબાદ બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈએ આ કેસમાં પ્રાથમિક તપાસ બાદ અનિલ દેશમુખ અને અન્ય કેટલાક લોકો સામે કેસ નોંધ્યો હતો. જોકે પછી 1 નવેમ્બર 2021 ED દ્વારા પૂછપરછ માટે ગયેલા અનિલ દેશમુખની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. EDએ દેશમુખ સામે ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો હતો. ED દ્વારા ધરપકડ બાદ CBI દ્વારા તેમની સામે નાણાકીય ગેરરીતિના કેસમાં કેસ નોંધવામાં આવ્યો હતો. તેથી, દેશમુખની એક સાથે બે તપાસ એજન્સીઓએ બે ગુનાના સંદર્ભમાં અટકાયત કરી હતી.

Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Andheri suicide case: અંધેરીમાં ૩૪ વર્ષીય યુવકે કર્યો આપઘાત
Dadar railway molestation: દાદર રેલવે સ્ટેશન પર 19 વર્ષીય યુવતી સાથે છેડતી કરવા બદલ 62 વર્ષીય વ્યક્તિની ધરપકડ
Exit mobile version