Site icon

લો બોલો.. છૂટાછેડા બાદ પતિ નહીં પણ પત્ની આપશે ભરપોષણ માટે પૈસા.. બોમ્બે હાઈકોર્ટે આ કેસમાં આપ્યો અજબ ચુકાદો.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

પતિની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી પત્નીના પગારમાંથી દર મહિને અમુક રકમ કાપીને પતિને આપવાનો આદેશ બોમ્બે હાઈકોર્ટે આપ્યો છે.
સામાન્ય રીતે દેશમાં છૂટાછેડા બાદ પતિને પોતાની પત્ની ભરપોષણ માટે પૈસા આપવામાં પડે છે. પરંતુ મહારાષ્ટ્રમાં એક એવું પ્રકરણ બન્યું છે, જેમાં મહિલાને તેના ભૂતપૂર્વ પતિને દર મહિને ભરપોષણ માટે રકમ ચૂકવવી પડવાની છે.
મહારાષ્ટ્રના નાંદેડમાં સ્થાનિક કોર્ટે મહિલાને તેના ભૂતપૂર્વ પતિને દર મહિને 3,000 રૂપિયા આપવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણયને બોમ્બે હાઈકોર્ટે પણ માન્ય રાખ્યો છે.

Join Our WhatsApp Community

પતિની આર્થિક સ્થિતિ નબળી હોવાથી કોર્ટે મહિલા જે સ્કૂલમાં ભણાવતી હતી, તે સ્કૂલને આદેશ આપ્યો છે કે તે મહાના પગારમાંથી દર મહિને પાંચ હજાર રૂપિયા કાપીને કોર્ટમાં જમા કરાવે.

આ સમાચાર પણ વાંચો:  દેશમાં કોરોના પરિસ્થિતિ સુધરી, મહારાષ્ટ્ર બાદ હવે આ રાજ્યમાંથી પણ હટાવાયા મોટા ભાગના કોરોનાના પ્રતિબંધો.. જાણો વિગતે

આ કપલના લગ્ન 17 એપ્રિલ 1992ની સાલમાં થયા હતા. લગ્નના અમુક વર્ષ બાદ પત્નીએ ક્રુરતા આધારે કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી, જેને સ્થાનિક કોર્ટે 2015માં મંજૂર કરી હતી. છૂટાછેડા બાદ પતિએ નાંદેડમાં નીચલી કોર્ટમાં અરજી કરી હતી કે તેની આર્થિક પરિસ્થિતિ ઠીક નથી. તેની પાસે નોકરી નથી. જયારે તેની પત્ની પાસે નોકરી છે. એટલે તેને પત્ની પાસેથી દર મહિને 15,000 રૂપિયા ભરપોષણ પેટે મેળે.
પતિએ કોર્ટમાં એવી દલીલ પણ કરી હતી કે પત્નીને ભણાવવામાં તેનું મોટુ યોગદાન રહ્યું છે. પત્ની ભણાવવા માટે તેણે પોતાની અનેક મહ્ત્વાકાંક્ષાઓ પર પાણી ફેરવી નાંખ્યું હતું. ઘરને મેનેજ કર્યું હતું. હવે તેની તબિયત સારી નથી જયારે તેની પત્ની મહિનાના 30,000 રૂપિયા કમાય છે. તેથી તેને પત્ની પાસેથી ભરણપોષણની રકમ મળવી જોઈ. તેની સામે પત્નીએ દલીલ કરી હતી કે તેમને પુત્રી છે, તેની જવાબદારી તેના માથા પર છે. એટલે તે પતિને પૈસા આપી શકે નહીં. જોકે કોર્ટમાં લાંબી દલીલો બાદ નીચલી કોર્ટે મહિલાને દર મહિને 3,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશ બાદ પણ મહિલા તેને પૈસા ચૂકવતી નહોતી. એટલે પતિએ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં હિંદુ વિવાહ એક્ટ હેઠળ કલમ 25 અંતર્ગત બેસહારા પત્ની અથવા પતિ ને ગુજારો કરવા માટે ભથ્થુ આપવાની જોગવાઈ છે.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version