Site icon

મહારાષ્ટ્રમાં સિરિયલ કિલર બે બહેનોની ફાંસીની સજા માફઃ બોમ્બે હાઈ કોર્ટે આપ્યો આ ચુકાદો; જાણો વિગત,

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,18 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

મંગળવાર.

પૂરા દેશને હચમચાવી નાખનારા બાળકોના અપહરણ અને તેમના હત્યા કેસની આરોપી બે બહેનોની ફાંસીની સજાને મરે ત્યાં સુધીની જન્મટીપની સજામાં ફેરવી નાખવામાં આવી છે. બોમ્બે મુંબઈ હાઈકોર્ટે આજે નવ બાળકોની હત્યા કરનાર ગાવિત બહેનોને આજીવન કેદની સજા આપવાનો નિર્ણય લીધો છે.

હાઈકોર્ટે ગાવિત બહેનોની ફાંસીની સજા રદ કરવાની માંગણી સ્વીકારી છે. મહારાષ્ટ્રમાં1990 ના દાયકાના હત્યાકાંડના આરોપી કોલ્હાપુરની બે બહેનો સીમા ગાવિત અને રેણુકા શિંદેએ તેમની માતા અંજનાબાઈ ગાવિતની મદદથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી 13 બાળકોનું અપહરણ કર્યું હતું અને તેમાંથી નવની હત્યા કરી હતી. આ બહેનોને 2001માં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. જો કે, ગાવિત બહેનોએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને દાવો કર્યો હતો કે 20 વર્ષ પછી પણ સજાની અમલમા મૂકવામાં આવી નથી તેથી તેમની ફાંસીની રજાને રદ કરવામાં આવે.

રેણુકા શિંદે અને સીમા ગાવિતે મુંબઈ હાઈકોર્ટમાં 20 વર્ષ પહેલા તેમને આપવામાં આવેલી મૃત્યુદંડની સજાને રદ કરવા માટે અરજી કરી હતી. બંનેની માતા, આ કેસની મુખ્ય આરોપી, અંજનાબાઈ ગાવિત, તેણીની સજા ભોગવતી વખતે જેલમાં મૃત્યુ પામી હતી. ગાવિતની દયા અરજીને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ 2014માં ફગાવી દીધી હતી. બંને બહેનોએ આ કેસમાં દયા મેળવવા માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. લગભગ આઠ વર્ષ સુધી બંને બહેનોની દયાની અરજી રાષ્ટ્રપતિની ઓફિસમાં પડી રહી હતી. આ બંને બહેનો જેવા અન્ય 20 કેસ પણ છે, જેમાં કોર્ટે આરોપીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ગાવિતના વકીલોએ કોર્ટમાં પુરાવા આપ્યા છે.

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં સ્કૂલ કયારે ખુલશે? રાજેશ ટોપેએ કહી દીધી મહત્વની વાત. જાણો વિગત

મહારાષ્ટ્રમાં 1990 ના દાયકાના હત્યાકાંડના આરોપી કોલ્હાપુરની બે બહેનો સીમા ગાવિત અને રેણુકા શિંદેએ તેમની માતા અંજનાબાઈ ગાવિતની મદદથી રાજ્યના વિવિધ ભાગોમાંથી 13 બાળકોનું અપહરણ કર્યું હતું અને તેમાંથી નવની હત્યા કરી હતી. તેમને 2001માં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. આ ચુકાદાને 2006માં સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખ્યો હતો. આરોપી અંજના ગાવિત અને તેની બે પુત્રીઓએ ભીખ માંગવા માટે 13 છોકરાઓનું અપહરણ કર્યું હતું. જે બાળકોએ પૈસા માંગવાનું બંધ કર્યું હતું તે બાળકોને પથ્થર ટીચીને મારી નાખવામાં આવ્યા હતા. બાદમાં પૈસાને લઈને વિવાદ થતાં રેણુકા શિંદેના પતિએ તેની સાથે સંબંધ તોડી નાખ્યો અને તેણે પોલીસને જાણ કરી. પોલીસે તેને આ કેસમાં સરકારી (માફીનો) સાક્ષી બનાવ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન અંજનાબાઈનું મૃત્યુ થયું હતું.

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version