News Continuous Bureau | Mumbai
મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલ પ્રમાણે મુંબઈ(Mumbai) શહેર ની શાખા ક્રમાંક 219 ના શાખા પ્રમુખ વિનોદ શિર્કે(Vinod Shirke) ને ફોન દ્વારા ધમકી મળી છે. તેણે સોશિયલ મીડિયા પર એકનાથ શિંદે ની વિરુદ્ધમાં પોસ્ટ મૂકી હતી. ત્યારબાદ સ્થાનિક શિવસેના(Shivsena)ના નેતા યશવંત જાધવે(Yashwant Jadhav) તેને ફોન કર્યો અને સારી પેઠે દમદાટી આપી હતી. ફોન પર મળેલી આ ધમકીમાં જણાવવામાં આવ્યું હતું કે એકવાર એકનાથ શિંદે(Eknath Shinde) મંત્રી બની જાય ત્યારબાદ વિનોદની અક્કલ ઠેકાણે લાવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : સીએસટી સ્ટેશનથી ડબલ ડેકર ટ્રેન નહીં છૂટી શકે- આ છે કારણ- હવે એક આખો બ્રિજ તોડવો પડશે
વિનોદને મળેલી ધમકીને કારણે સોશિયલ મીડિયા(Social Media) પર સન્નાટો થઈ ગયો છે. તેમજ શિવસેનાની કોઈ પદાધિકારી સોશિયલ મીડિયા પર કશું નાખવાથી ડરી રહી છે.